Mock Drill Postponed: જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોકડ્રીલ થઈ હતી. ત્યારબાદ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવતીકાલ 29 મેના રોજ ફરી એક વખત મોકડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ હવે નવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી મોકડ્રીલ સ્થગિત કરી દેવાઈ છે. નવી તારીખની આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે.
'ઓપરેશન શીલ્ડ' એક્સસાઇઝ વહીવટી કારણોસર મોકૂફ
નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ એ. એ. શેખએ જણાવ્યું છે કે, 'ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 29 મે 2025ના રોજ દેશની પશ્ચિમ સરહદે આવેલા તમામ જિલ્લાઓમાં 'ઓપરેશન શીલ્ડ' નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ યોજાવાની સૂચના આપી હતી. પરંતુ ભારત સરકારના ડી.જી.સી.ડી.ના મેસેજથી ઉપરોક્ત 'ઓપરેશન શીલ્ડ' નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ એક્સસાઇઝ વહીવટી કારણોસર હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. નવી તારીખો નવેસરથી જાણ કરવામાં આવશે.'
રાજકોટમાં નિર્દય પુત્રવધુએ સાસુને માર્યો માર, વૃદ્ધાનો વીડિયો થયો વાયરલ
હાલ પાકિસ્તાનથી જોડાયેલા ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલનો આદેશ અપાયો હતો, તેને સ્થગિત કરી દેવાયો છે.
આ રાજ્યમાં 80%થી વધારે લોકો છે શુદ્ધ શાકાહારી! નામ સાંભળીને રહી જશો હક્કા-બક્કા
સાથે જ જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સૂચિત કરવામાં આવે છે કે નાગરિક રક્ષા કવાયત "ઓપરેશન શીલ્ડ" જે 29.05.2025 ના રોજ યોજાવાની હતી, તે વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી છે. બધા નાગરિક રક્ષા નિયંત્રકો અને અન્ય હિસ્સેદારોને વિનંતી છે કે તેઓ તે મુજબ જરૂરી સૂચનાઓ જાહેર કરે. આ કવાયતની આગામી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે