PBKS vs RCB IPL 2025 Qualifier-1: 29 મે એ તારીખ છે જ્યારે IPL 2025ની એક ફાઇનલિસ્ટ પણ નક્કી થઈ જશે. ટોચ-2માં ફિનિશ કરનારી RCB અને પંજાબની ટીમ વચ્ચે મોહાલીમાં ક્વોલિફાયર-1માં ટક્કર થશે. પરંતુ જો આપણે રેકોર્ડ જોઈએ તો RCB માટે ફાઇનલમાં ટિકિટ નિશ્ચિત લાગે છે. અમે નહીં પણ રેકોર્ડ આ વાત સાબિત કરી રહ્યા છે જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. RCBનો આ રેકોર્ડ ચોક્કસપણે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર માટે ટેન્શનનો વિષય બન્યો હશે.
RCBએ રચ્યો હતો ઈતિહાસ
RCBની ટીમ ટોપ-2ની રેસમાં હતી. ટીમે લખનૌ સામે કરો યા મરો મેચમાં રોમાંચક જીત નોંધાવી. વિરાટ કોહલી અને જીતેશ શર્માની મેચવિનિંગ ઇનિંગ્સને કારણે RCBએ માત્ર મેચ જીતી જ નહીં પરંતુ ઇતિહાસ પણ રચ્યો. RCB આઈપીએલની એક એવી ટીમ બની જેણે એક સિઝનમાં સૌથી વધારે મેચ ઘરની બહાર જીતી છે. ટીમે આ સિઝનમાં ઘરની બહાર 7 મેચ જીતી છે.
300 કાર અને 52 સોનાની બોટ; આ દેશના રાજાની સંપત્તિ જોઈને કરોડપતિ પણ લાગશે 'ભિખારી'!
પંજાબ પર મંડરાઈ રહ્યો છે ખતરો
ઘરની બહાર RCBએ આ સિઝનમાં એક પણ મેચ હાર્યું નથી. આવી સ્થિતિમાં પંજાબ માટે ક્વોલિફાયર-1 માં અલર્ટ રહેવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે. RCBના આ આંકડા પંજાબ માટે સમસ્યા બની શકે છે. હોમ ગ્રાઉન્ડ પર જ પંજાબ પર હારનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પહેલા પણ મોહાલીના મેદાન પર પંજાબને RCB સામે હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ક્વોલિફાયર-1માં બન્ને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
ધરતી પરથી વિલુપ્ત થઈ ગયેલા આ 10 પ્રાણી અચાનક આવ્યા પાછા, વૈજ્ઞાનિકો પણ થઈ ગયા હેરાન
વિરાટ પર રહેશે બધાની નજર
ક્વોલિફાયર-1માં બધાની નજર વિરાટ કોહલી પર રહેશે. 20 એપ્રિલે વિરાટ કોહલીએ પંજાબ સામે મેચ જીતનારી ઇનિંગ રમીને પંજાબ પાસેથી જીત છીનવી લીધી હતી. કોહલીએ 73 રનની અણનમ ઇનિંગ રમી હતી. હવે ફરી એકવાર ક્વોલિફાયર-1માં કોહલી પર ફોકસ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે