Home> Gujarat
Advertisement
Prev
Next

હૈયું રડી પડે તેવા વિલાપ સાથે ભાઈના ઘરેથી નિકળી શૈલેષભાઈની અંતિમ યાત્રા; દીકરી અને 4 બહેનોએ આપી અર્થીને કાંધ

Pahalgam terror attack: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મોત નીપજ્યા છે. ત્રણેય ગુજરાતી મૃતકોના મૃતદેહો વતનમાં લાવવામાં આવ્યા છે. આ આતંકી હુમલામાં સુરતના શૈલેષ કળથિયા અને ભાવનગરના પિતા પુત્ર સ્મિત અને યતિન પરમારનું મોત થયું છે. 

હૈયું રડી પડે તેવા વિલાપ સાથે ભાઈના ઘરેથી નિકળી શૈલેષભાઈની અંતિમ યાત્રા; દીકરી અને 4 બહેનોએ આપી અર્થીને કાંધ

Surat News: પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર શૈલેષભાઈ કળથિયાના સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. શૈલેષભાઈના નિવાસસ્થાને જ્યારે તેમની અંતિમ યાત્રા નિકળી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા. શૈલેષભાઈની અર્થીને કાંધ તેમની દીકરી અને બહેનોએ આપી. ચાર બહેનોના એકને એક ભાઈ અને કળથિયા પરિવારના આધારની અંતિમ વિદાય સમયે વાતાવરણ ગમગીન બન્યું. અંતિમ યાત્રામાં કેન્દ્રીયમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ અને સ્થાનિક ધારાસભ્યોની સાથે સુરતના મેયર સહિતના નેતાઓ પણ જોડાયા. સૌ કોઈની આંખો ભીની હતી અને દિલમાં માત્ર એક જ સવાલ હતો કે, આખરે શૈલેષભાઈ અને તેમના પરિવારને કઈ ભૂલની સજા મળી.

fallbacks

કાશ્મીરનાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોનાં મોતને પગલે સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ભભુકતો દાવાનળ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.

fallbacks

આતંકી હુમલામાં નજર સામે પતિને ગુમાવનાર શૈલેષભાઈના પત્ની શીતલબેનનું દર્દ છલકાયું હતું. પરિવાર અનેક અરમાનો સાથે ધરતી પરના સ્વર્ગમાં ફરવા ગયો હતો. શૈલેષભાઈનો જન્મદિવસ ઉજવવાનો હતો. દીકરીએ 12માં ધોરણની પરીક્ષા આપ્યા બાદ પરિવારને હળવાશનો સમય માણવા માટે ગયો હતો પરંતુ તેમને શું ખબર હતી કે, તેમના પ્રિયજનને તેમણે ગુમાવવા પડશે. પતિને ગોળી મારવામાં આવી તે નજરે જોનાર શૈલેષભાઈના પત્નીએ જ્યારે આપવીતી વર્ણવી ત્યારે સૌ કોઈની આંખમાં આંસું આવી ગયા. આતંકીઓએ ધર્મ પુછીને લોકોને અલગ તારવ્યા હતા. શૈલેષભાઈને તેમના પત્ની અને સંતાનોની સામે ગોળી મારવામાં આવી. જ્યાં સુધી શૈલેષભાઈનો જીવ ન ગયો ત્યાં સુધી એ આતંકીઓ ત્યાં જ ઉભા હતા અને હસતા હતા..આતંકીઓની આ હરકતે શૈલેષભાઈના પરિવારને જીંદગીભર ન ભૂલી શકાય એવા ઘા આપ્યા છે.

મહત્વનું છે કે શૈલેષભાઈ કળથિયા ચાર બહેનોના એકને એક ભાઈ હતા. આજે તેમની અંતિમ યાત્રામાં સી. આર. પાટીલ, હર્ષ સંઘવી, મુકેશ દલાલ, MLA કુમાર કાનાણી અને વિનુ મોરડિયા હાજર રહ્યા હતા. શૈલેષભાઈ પોતાનો જન્મદિવસ મનાવવા માટે પરિવાર સાથે કાશ્મીર ગયા હતા.  શૈલેષભાઈ પુત્રીએ 12માં ધોરણની પરીક્ષા આપી દીધા બાદ ફરવા માટે કાશ્મીર લઈ ગયા હતા. બૈસરન ઘાટીમાં ફરવા ગયા અને શૈલેષભાઈ આતંકી હુમલાનો ભોગ બન્યા હતા. પત્ની અને સંતાનોની નજર સામે શૈલેષભાઈને ગોળી મારવામાં આવી હતી.

fallbacks

કાશ્મીરનાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ નાગરિકોનાં મોતને પગલે સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ભભુકતો દાવાનળ જોવા મળી રહ્યો છે. આતંકવાદીઓના હિચકારા હુમલામાં ભાવનગરનાં પિતા-પુત્રની સાથે સુરતનાં યુવકનું પણ મોત નિપજ્યું હતું. હાલમાં મુંબઈ ખાતે બેંકમાં નોકરી કરતાં શૈલેષ કળથિયાને છાતીનાં ભાગે ગોળીઓ ધરબી દેતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જયારે તેમની પત્ની અને બંને બાળકો હાલમાં સલામત છે. ઘટનાને પગલે મોટા વરાછામાં રહેતાં શૈલેષભાઈનાં ઘરે મૃતદેહ મોડીરાત્રે લવાયો હતો. પરિવારજનો અને આપ્તજનોની હાજરીમાં આજે મોટા વરાછા કસ્તુરી બંગલોથી અંતિમયાત્રા નીકળી કઠોર અબ્રામા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

મુળ અમરેલીનાં દામનગરના ધુફણિયાના વતની અને સુરતમાં નાના વરાછા ખાતે હરિકુંજ સોસાયટીમાં રહેતા શૈલેષ હિંમત કળથિયા સુરતમાં જ એસબીઆઈ બેંકમાં નોકરી કરતા હતા. જો કે, એક વર્ષ અગાઉ તેઓ મુંબઈ ખાતે શિફ્ટ થયા હતા અને ત્યાં જ એસબીઆઈમાં નોકરી કરીને પરિવારજનો સાથે રહેતા હતા. અલબત્ત, પત્ની શીતલબેન અને બે સંતાનો સાથે તેઓ પણ કાશ્મીરનાં પ્રવાસે ગયા હતા.જ્યાં આતંકવાદી હુમલામાં તેમનું કરૂણ મોત નિપજયું છે. પત્ની અને બંને સંતાનોની નજરની સામે જ શૈલેષ કળથિયાને આતંકવાદીઓ દ્વારા ઠાર મારવામાં આવતાં સમગ્ર પરિવારજનોમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે. 

fallbacks

મોટા વરાછા ખાતે હરિકુંજ સોસાયટીમાં પણ આ ઘટનાને કારણે ભારે ગમગીની છવાઈ જવા પામી છે. મૃતક શૈલેષ કળથિયાનાં પિતા હાલમાં પોતાના વતનમાં જ વસવાટ કરી રહ્યા  છે. ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈનાં મોતના સમાચાર સાંભળીને બહેનોની હાલત પણ હૃદયદ્રાવક થઈ જવા પામી છે. જો કે, આતંકવાદી હુમલામાં શૈલેષ કળથિયાનાં મોતના સમાચારને પગલે સમગ્ર શહેરમાં આ ઘટનાને પગલે ઘેરા રોષની લાગણી પ્રસરી જવા પામી છે. બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા મોડીરાત્રે શૈલેષ કળથિયાનાં મૃતદેહને સુરત લાવવામાં આવ્યો હતો અને સંભવતઃ શ્રીનગરથી મુંબઈ હવાઈ માર્ગે અને ત્યારબાદ ત્યાંથી ખાસ વિમાન દ્વારા રાત્રે 10 કલાક સુધીમાં સુરત ખાતે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો હતો.

કાશ્મીરમાં પત્ની અને બં સંતાનો સાથે પ્રવાસે નીકળેલા શૈલેષ કળથિયાને સ્વપ્રે પણ ખ્યાલ નહીં હોય કે આ પ્રવાસ તેમના જીવનનો અંતિમ પ્રવાસ બની રહેશે. આતંકવાદીઓનાં હિચકારા હુમલામાં તેમનું મોત નિપજતાં પત્ની અને બંને સંતાનો હાલમાં પણ હતપ્રભ છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોનાં મૃતદેહોને વતન મોકલવા માટે ખાસ કવાયત હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More