Surat News ; સુરત સામુહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. પત્નીના અફેરના કારણે આખો પરિવાર વિખેરાયો. વારંવાર સમજાવવા છતાં પત્ની સુધરી જ નહીં, પત્નીથી કંટાળી આખરે પતિએ આપઘાત કર્યો અને 10 વર્ષના પ્રેમ લગ્નનો દુ:ખદ અંત આવ્યો. ત્યારે સુરતના ઉંમરા પોલીસે પત્ની અને પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પત્ની અને પ્રેમી સામે ફરિયાદ
ગુરુવારે ઉધનામાં 41 વર્ષીય અલ્પેશભાઈ સોલંકીએ પોતાના બે બાળકો સાથે સામુહિક આપઘાત કર્યો છે. જેમાં પહેલાં પિતાએ આઠ અને બે વર્ષના પુત્રોને ઠંડા પીણાંમાં ઝેર ભેળવીને મોતના ઘાટ ઉતાર્યા, જે બાદ પિતાએ પણ ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ છે. ત્યારે પોલીસ તપાસમાં પત્નીના સહકર્મચારી સાથે અનૈતિક સંબંધોના કારણે પતિએ બે પુત્રો સાથે આપઘાત કરી લીધો છે. હવે 3 પાનાની સ્યૂસાઈડ નોટ અને મોબાઈલની ચેટના આધારે પત્ની અને તેના પ્રેમી સામે ફરિયાદ દાખલી કરાઈ છે.
400 પાનાની હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ, પતિએ અંતિમ શબ્દોમાં લખી પત્નીની બેવફાઈની કહાની
ડાયરીમાં એક-એક સ્થિતિનું વર્ણન
ઉંમરા પોલીસે પત્ની અને પ્રેમી નરેશ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મૃતક પતિના પરિવારજનો સ્યુસાઇડ નોટ લઈ પોલીસ મથક પહોંચ્યું હતું. મૃતક અલ્પેશ સોલંકીની ડાયરી પણ પોલીસને મળી આવી છે. પત્નીનો મોબાઈલ હાલ એફએસએલમાં મોકલવામાં આવશે. મૃતક અલ્પેશ સોલંકી દ્વારા છેલ્લા એક મહિનાથી ડાયરી લખવામાં આવી રહી હતી. સ્યૂસાઇડ નોટ રૂપમાં લખેલ ડાયરીમાં તમામ હકીકત વર્ણવવામાં આવી છે. પત્ની જે વર્તન કરતી તે બાબતે વિગતવાર લખાણ કર્યું છે.
પ્રેમી ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે
જિલ્લા પંચાયત ક્વાટર્સમાં બે બાળકોને ઝેર આપી શિક્ષકનો આત્મહત્યા મામલામાં ઉમરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૃતકની પત્ની અને તેમના મિત્ર નરેશ રાઠોડ સામે ફરિયાદ નોંધાઈ છે. બંને સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ BNS 108 હેઠળ ગુનો નોંધાયો છે. પત્નીના અફેરથી ત્રાસીને પતિએ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે. જેની સાથે પત્નીને અફેર હતું તે નરેશ રાઠોડ ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે.
આ બંનેને છોડતા નહિ, સખત કાર્યવાહી થવી જોઈએ - મૃતકનો ભાઈ
આ સામુહિક આપઘાત કેસમાં મૃતક શિક્ષિકના ભાઈ જિગ્નેશ સોલંકીએ ગંભીર આરોપ કરતા કહ્યું કે, મારી ભાભીના બીજા સાથે સંબંધો હતા. મારા ભાઈ દ્વારા ભાભીને ઘણા સમજાવવાના પ્રયાસ કરાયા હતા. છતાં ન સમજતા ભાઈએ આ પગલું ભર્યું. મારો ભાઈ સ્કૂલમાં બેગ ભૂલી ગયો હતો, ત્યાર બાદ મને કોલ દ્વારા ઘટનાની જાણ થઈ હતી. ઘટના પહેલા મારા ભાઈ ડાયરીમાં થોડુંક લખીને ગયો. જેમાં લખ્યું કે, મારી પત્નીને સખતથી સખ્ત સજા થવી જોઈએ. કાર્યવાહી સારી રીતે કરજો. આ બે વ્યક્તિને છોડતા નહીં. અમને એક જ ઈચ્છા છે કે અમોને ન્યાય સારી રીતે મળે. મારા ભાઈને ટોર્ચર કર્યો અને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો. અગાઉ પણ પકડાઈ ગઈ હતી, છતાં સુધરવાનું નામ નહોતી લેતી. અંતે ભાઈએ એ પગલું ભરવા મજબૂર બન્યું પડ્યું.
જાણ કર્યા વગર અમદાવાદનો ટ્રાફિકતી ધમધમતો આ બ્રિજ અચાનક બંધ કરી દેવાય, વાહન ચાલકો ધક્કે ચઢયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે