Home> Gujarat
Advertisement
Prev
Next

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદનો ખતરો, હવામાન વિભાગનું એલર્ટ, ચોમાસાની આગાહી પણ જાણી લો

ગુજરાતમાં લોકો એક તરફ ગરમી સહન કરી રહ્યાં છે, બીજીતરફ કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે પણ વરસાદની આગાહી કરી છે. જાણો આવતીકાલે કયા-કયા જિલ્લામાં વરસાદની સંભાવના છે.
 

 આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદનો ખતરો, હવામાન વિભાગનું એલર્ટ, ચોમાસાની આગાહી પણ જાણી લો

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડા બાદ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. હાલ એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

fallbacks

હવે વાત કરી કાલની તો કાલે 29 મેના રોજ...અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. 30 મે થી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાના હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 114 ટકા વરસાદ વરસવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 119 ટકા જેટલો વરસાદ વરસી શકે છે.

ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં 29 મે સુધી વરસાદી વાતાવરણ ચાલુ રહેશે. હવામાન વિભાગે 28 અને 29 મેના રોજ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ ખેડૂતો વાવેતર શરૂ કરે તે પહેલા ખરીફ પાકોનો ટેકાનો ભાવ જાહેર, 69થી 596 રૂપિયાનો વધારો

ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેશ, વલસાડ, ભરૂચ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર. હવામાન વિભાગે 29 મેના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિવિધ ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.  

આ ઉપરાંત, IMD એ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આ સાથે, IMD એ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD એ આ જિલ્લાઓમાં વાવાઝોડા માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More