Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ગામેગામ તથ્યો ફરે છે! રાજકોટમાં બે નબીરાનું હિટ એન્ડ રન, રમરમાટ ગાડી હંકારી વૃદ્ધનો જીવ લીધો

Rajkot Hit And Run : વડોદરા બાદ રાજકોટમાં બેફામ નબીરાએ લીધો એકનો જીવ... મવડી ચોકમાં ટક્કર મારતાં વૃદ્ધનું મોત,,, એક યુવતી ઘાયલ,,, અમદાવાદ પાસિંગની કારના ચલાવતા નબીરાની પોલીસે કરી અટકાયત

ગુજરાતમાં ગામેગામ તથ્યો ફરે છે! રાજકોટમાં બે નબીરાનું હિટ એન્ડ રન, રમરમાટ ગાડી હંકારી વૃદ્ધનો જીવ લીધો

Rajkot News : ગુજરાતના ગામેગામ તથ્ય ફરી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ગાડી રફ્તારમાં ચલાવીને લોકોનો જીવ લેવાનો કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં 100-120ની સ્પીડે આવતી કારે 3ને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિજ્યું છે. તો ઈજાગ્રસ્ત સગીરાને હેમરેજ થતાં સારવારમાં મોકલાઈ છે. સ્થાનિક લોકોએ અકસ્માત સર્જીને ભાગી રહેલા બે યુવકોને પકડી પાડ્યાં છે. 

fallbacks

રાજકોટમાં પણ બની વડોદરાના રક્ષિતકાંડ જેવી ઘટના
રાજકોટના માલવિયા નગર મેઈન રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. કારમાં સવાર બે યુવકોએ ગાડી રમરમાટ દોડાવીને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જીને બંને યુવકો ફરાર થઈ ગયા હતા. ત્યારે કારની અડફેટે 69 વર્ષના પ્રફુલભાઈ ઉનડકટનું મૃત્યુ નિપજ્યું છે. તો અન્ય બે લોકો ઘાયલ થયા છે. 

માર્ચ માહિનાની આ તારીખે પૃથ્વી પર પહોંચશે સુનિતા વિલિયમ્સ, નવી ટીમ અંતરીક્ષ પહોંચી

કારમાં સવાર બે યુવતીઓ ભાગી ગઈ
કાર ચાલકે અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. જોકે, કારમાં બે યુવતી અને બે યુવકો સવાર હતા. પરંતું અકસ્માત સર્જાતા બે યુવતીઓ ફરાર થઈ ગઈ હતી. બે યુવકોને સ્થાનિકોએ પકડીને પોલીસને સોંપ્યા હતા. માલવિયા નગર પોલીસે બંનેની અટકાયત કરી છે. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ઉપલેટામાં હિટ એન્ડ રન
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઉપલેટાના ધોરાજી બાયપાસ પાસે મોટરસાયકલ ત્રીપલ સવારને ફીગો કાર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. શહેરના જુના પોરબંદર રોડ પાસે ભીમ નગરમાં રહેતા અને લાદી ફીટીંગનું મજૂરી કામ કરતા કાંતિભાઈ ઉર્ફે કનુભાઈ આંબાભાઈ મણવર ઉ. 50 તથા પુત્રી દિક્ષિતા 16 અને પત્ની 48 સાથે સ્કોલરશીપની ધોરાજી પરીક્ષા આપી પરત આવતા સમયે આ બનાવ બન્યો હતો. જેમાં દિક્ષિતાને જમણા પગમાં બે જગ્યાએ ફ્રેક્ચર થયું છે, જ્યારે તેના પિતા કનુભાઈને એક ફ્રેક્ચર થયું છે. દિક્ષિતાએ તાજેતરમાં જ SSC બોર્ડની પરીક્ષા આપી હતી જેમાં આજે 11 સાયન્સમાં ધોરાજી ખાતે એડમિશન લેવા સ્કોલરશીપ (ફી માફી) ની પરીક્ષા આપી હતી. સંપૂર્ણ બેદરકારી સાથે રોંગ સાઈડમાં સ્પીડમાં આવી રહેલી GJ/03/DG/6494 નંબરની ફીગો કારે અડફેટે લેતા મોટરસાયકલ સાથે કાર જોરદાર અથડાતા કારનું ટાયર ફાટ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જી જે ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ ભોલે હોટલ ખાતે કાર પાર્ક કરી ફરાર થયો હતો. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતના ઈજાગ્રસ્તોને ઉપલેટા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. 

ઈતિહાસ રચશે પાટીદારો! પહેલીવાર સાત સમુદ્ર પાર યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More