Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારી મિલકત પર ત્રણ માળની બિલ્ડીંગ બનાવી ભાડું કમાતો હતો આ ગુજરાતી, સરકારે ફેરવ્યું બુલડોઝર

Mega Demolition In Surat : અમદાવાદ બાદ સુરતમાં મેગા ડિમોલિશન... ગેરકાયેદસર બિલ્ડીંગ બનાવીને મસ્ત મોટું ભાડું વસૂલાતું હતું... ત્રણ માળની ઈમારત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું 
 

સરકારી મિલકત પર ત્રણ માળની બિલ્ડીંગ બનાવી ભાડું કમાતો હતો આ ગુજરાતી, સરકારે ફેરવ્યું બુલડોઝર

Bulldozer Action પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં સરકારી મિલકત પર ગેરકાયદેસર બનાવવામાં આવેલ બિલ્ડીંગનું ડિમોલિશન કરવામાં આવ્યું. 36 હજાર ચો.મી જગ્યા પર કરાયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરાયું. 

fallbacks

દિનેશ પટેલ ગેરકાયદેસર બિલ્ડીંગનું ભાડું વસૂલતો 
સુરતમાં ઉધના મામલતદાર દ્વારા મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે. લિંબાયત ડુંભાલમાં સરકારી મિલકત પર 36 હજાર ચો. મી પર ગેરકાયદેસર દબાન કરવામાં આવ્યું હતું. કોર્ટના ચુકાદા બાદ ઉધના મામલતદારની ટીમ એ પોલીસને સાથે રાખી મેગા ડિમોલેશન કર્યું છે. સરકારી મિલકત પર મસ્ત મોટી ત્રણ માળની બિલ્ડીંગ બનાવી દેવામાં આવી હતી. દિનેશ પટેલ નામનો ઈસમ ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવી મસ્ત મોટું ભાડું કમાવતો હતો. ત્રણ માળની બિલ્ડિગ પર દાદાનું બુલડોઝર ફેરવી ડિમોલિશન કરવામાં આવ્યું છે. સાથે જ ગેરકાયદે ઊભા કરવામાં આવેલ 100 થી વધુ ઝૂંપડા દૂર કરવામાં આવ્યા.

જમીન ખાલી કરવા લાંબા સમયથી કેસ ચાલતો હતો 
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ ડુંભાલ ખાતે સર્વે નં.૧૧, બ્લોક નં.૧૪ ની ક્ષે.૩૬૮૨૭ ચો.મી. સરકારી જમીનમાં નંદનવન એસ્ટેટ તેમજ ઈન્ટરસીટી પ્રિકાસ્ટ ભાગીદારી પેઢી દ્વારા બિનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું હતું. સરકારી જમીનનો બિનખેતી વાણિજ્યીક હેતુ માટે બિનઅધિકૃત કબજો કરી ત્રણ માળની બિલ્ડીંગ બનાવી દિનેશ પટેલ નામના વ્યક્તિ મસ્ત મોટું ભાડું કમાવતો હતો. આ સરકારી જમીન ખાલી કરવા અંગે છેલ્લા કેટલાક વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, ત્યારે કોર્ટ ગેરકાયદેસર રીતે કબજે કરનારને જમીન ખાલી કરવા આદેશ કર્યો હતો. ત્યારે કોર્ટના ચુકાદા બાદ આજ રોજ ઉધના મામલતદાર લિંબાયત પોલીસ, મનપાની ટીમને સાથે રાખી ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું હતું. સાથે જ 100 જેટલા ઝૂંપડા તોડી પાડી ૩૬૮૨૭ ચો.મી જગ્યા પર કરવામાં આવેલ દબાણ દૂર કર્યું હતું.

1 જુનથી ગુજરાતની રાશનની દુકાનોમાં નહિ મળે અનાજ, દુકાનદારોનો મોટો નિર્ણય

નોટિસ ફટકારાઈ હતી 
સુરત શહેરનાં પરવટ વિસ્તારમાં યુ.એલ.સી. કાયદા હેઠળ ફાજલ કરવામાં આવેલ આશરે ૩૬ હજાર ચોરસ મીટરથી વધુ જમીન પર ગેરકાયદેસર દબાણો આજે જિલ્લા કલેક્ટર દ્વારા દુર કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં લિબાયત ઝોનના દભાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ ડિમોલીશનની કામગીરી દરમિયાન ત્રણ માળનાં બાંધકામ સહિત મમતા ટોકિઝ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઉભું કરનારાઓને સુપ્રિમ કોર્ટમાંથી લપડાક મળ્યા બાદ ઉધના મામલતદાર દ્વારા દબાણકર્તાઓને નોટિસ પાઠવીને ૧૫મી એપ્રિલ સુધીમાં માલ - સામાન સાથે દબાણ દુર કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, કબ્જેદારો દ્વારા નોટિસ બાદ પણ ગેરકાયદેસર દબાણ અને કબ્જો ખાલી ન કરવામાં આવતાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેવું ઉધનાના મામલતદાર એઆર નાયકે જણાવ્યું. 

પરવત ખાતે સર્વે નં. ૧૧ અને બ્લોક નં. ૧૪થી નોંધાયેલ આશરે ૩૯,૮૨૭ ચોરસ મીટર જમીન પર નંદનવન એસ્ટેટ તેમજ ઈન્ટરસિટી પ્રિકાસ્ટ ભાગીદારી પેઢી દ્વારા અનાધિકૃત રીતે દબાણ ઊભું કરીને મિલકતો ભાડે આપવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા યુએલસી કાયદા હેઠળ જમીન ફાજલ કરવામાં આવેલ દબાણકર્તાઓને દબાણ દુર કરવા માટેની નોટિસ પણ ફટકારવામાં આવી હતી. જો કે, મિલ્કતદારો દ્વારા સુપ્રિમ કોર્ટ સુધી કાયદાકીય લડત આપવામાં આવી હતી અને સુપ્રિમ કોર્ટમાંથી પણ ગેરકાયદેસર દબાણકર્તાઓને લપડાક પડી હતી. આ સ્થિતિમાં ઉધનાના મામલતદાર દ્વારા ૧૫મી એપ્રિલ સુધીમાં માલ -સામાન સાથે કબ્જો દુર કરવા માટે નોટિસની બજવણી કરવામાં આવી હતી.

બીજી તરફ ગેરકાયદેસર દબાણ ઉભું કરીને વાણિજયીક હેતુ માટે મિલ્કતો ભાડે આપીને નફાકારક ઉપયોગ કરવા બદલ જમીન મહેસુલ અધિનિયમની કલમ ૬૧ હેઠળ ૫.૫૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અલબત્ત, કબ્જેદાર ભાડુઆતો અને ગેરકાયદેસ દબાણ ઉભું કરનારા તત્વો દ્વારા સરકારી નોટિસને ઘોળીને પી જતાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બે સબ ઈન્સ્પેક્ટરની સાથે ૨૨ પોલીસ જવાનો સહિત લિંબાયત ઝોનનાં કાફલા દ્વારા સવારથી જ મમતા ટોકિઝ અને ત્રણ માળનાં નંદનવન એસ્ટેટ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

ભાજપની જબરી ગેમ! ટાઢા પાણીએ ખસ કાઢવાનો ખેલ, મેવાણી અસલી ખેલાડી નીકળ્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More