Home> India
Advertisement
Prev
Next

Watch Viral Video: રોમાન્સ માટે છે સનરૂફ? જાહેરમાં બેકાબૂ બન્યું કપલ, વાયરલ વીડિયો જોઈ પોલીસે આપી એવી સજા

બેંગ્લુરુમાં એક કપલને પોતાની ચાલુ કારના સનરૂફથી રોમાન્સ કરવાનું ભારે પડી ગયું. હલાસુરુ  ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો. આ ઘટના મંગળવારે કોરમંગલાથી ડિનર બાદ ઘરે પાછા ફરતા ઘટી. 

Watch Viral Video: રોમાન્સ માટે છે સનરૂફ? જાહેરમાં બેકાબૂ બન્યું કપલ, વાયરલ વીડિયો જોઈ પોલીસે આપી એવી સજા

Bengaluru Couple Fined for Sunroof Romance: બેંગ્લુરુમાં એક કપલ ડિનર બાદ ઘરે પાછું ફરી રહ્યું હતું અને ત્યારબાદ ચાલુ કારે સનરૂફથી રોમાન્સ કરવા લાગ્યું. આ હરકત બદલ હલાસુરુ ટ્રાફિક પોલીસે 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો. આ ઘટના મંગળવારે કોરમંગલાથી પાછા ફરતા ઘટી. અન્ય વાહન ચાલકોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને સોશિયલ મીડિયા પર પોલીસને ટેગ કર્યા. પોલીસે ગાડીના રજિસ્ટ્રેશન નંબરથી માલિકની ભાળ મેળવી અને 1000 રૂપિયા ખતરનાક રીતે ડ્રાઈવિંગ કરવા અને 500 રૂપિયા ટ્રાફિકનો નિયમ તોડવા માટે દંડ ફટકાર્યો. 

fallbacks

ટ્રિનિટી રોડ પર થયો અકસ્માત
આ ઘટના બેંગ્લુરુના ટ્રિનિટી રોડ પર ઘટી. જ્યારે કપલ પોતાની કારના સનરૂફથી બહાર વળીને રોમાન્સ કરી રહ્યો હતો. પાછળ દોડી રહેલી ગાડીઓમાંથી કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો. કર્ણાટક પોર્ટફોલિયો નામના એક એક્સ હેન્ડલે વીડિયો પોસ્ટ કરીને પોલીસને ટેગ કરી અને આ વ્યવહારને રોડ સુરક્ષા માટે જોખમ અને જનતા માટે ખોટું ઉદાહરણ જણાવ્યું. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કાર ચાલુ હતી ને કપલ સનરૂફમાંથી બહાર નીકળેલું હતું. જેના કારણે ટ્રાફિક નિયમો અને રોડ સુરક્ષાની ચિંતા વધી. 

પોલીસે તરત કાર્યવાહી કરી
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કારના કર્ણાટક રજિસ્ટ્રેશન નંબરના આધારે  માલિકની ભાળ મેળવી અને 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો. જેમાં 1000 રૂપિયા ખતરનાક ડ્રાઈવિંગ અને 500 રૂપિયા સામાન્ય ટ્રાફિકના ભંગ માટે હતા. પોલીસે કહ્યું કે આ પ્રકારનો વ્યવહાર કપલ માટે જોખમી તો ખરો જ પરંતુ સાથે સાથે અન્ય લોકો માટે પણ જોખમ પેદા  કરે છે. પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અને રોડ પર સુરક્ષિત વ્યવહાર કરવાની અપીલ કરી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More