Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં માથાભારે લેડી ડોન ભાવિકાનો આતંક, કારખાનેદારનું સળિયાથી માથું ફોડી નાંખ્યું

Surat Lady Don : સુરતના વરાછામાં વધુ એક લેડી ડોનનો આતંક... માથાભારે ભાવિકા વાળાએ કારખાનેદારને સળિયો મારીને માથું ફોડી નાખ્યું... કારખાના બહાર અપશબ્દો બોલવાની ના પાડતા કર્યો હુમલો... ભાવિકા સહિત પાંચ જેટલા શખ્સોએ કર્યો હુમલો... પોલીસે માથાભારે ભાવિકાની કરી ધરપકડ...

સુરતમાં માથાભારે લેડી ડોન ભાવિકાનો આતંક, કારખાનેદારનું સળિયાથી માથું ફોડી નાંખ્યું

Surat Crime News : સુરતમાં વધુ એક લેડી ડોનનો આતંક સામે આવ્યો છે. સુરનતા વરાછા વિસ્તારમાં વધુ એક માથા ભારે યુવતી ભાવિકા વાળાનો આંતક સામે આવ્યો છે. માથાભારે ભાવિકા વાળાએ એક કારખાનેદારનું માથું સળિયો મારી ફોડી નાંખ્યું છે.

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવિકા વાળા પોતાની ગેંગ સાથે બેસીને અપશબ્દો બોલીને વાતો કરી રહીહ તી. ત્યારે પાસેના એક કારખાનેદારે તેને કારખાના બહાર બેસીને અપશબ્દો ન બોલવાનું કહ્યું હતું. કારખાના બહાર બેસી અપશબ્દો નહિ બોલવા કહેતા ભાવિકા વાળાએ કારખાનેદારને માર માર્યો હતો. ગુસ્સે ભરાયેલી ભાવિકા વાળાએ તેનું માથું ફોડી દીઘું હતું. ભાવિકા વાળા સહિત ચાર ટપોરીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ભાવિકા વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના દાખલ થયા છે. વરાછા પોલીસે ભાવિકા વાળા નામની યુવતીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ભાવિકા વાળાનું સોશિયલ મીડિયાનું આઈડી જોતા ખ્યાલ આવે કે કેવા સીનસપાટા કરી રહી છે. ભાવિકા વાળા ભાઉલીના નામે આ વિસ્તારમાં પ્રખ્યાત છે. 

અમદાવાદ પોલીસ કમિશનરનો આદેશ, PI રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશન છોડી નહિ શકે

આ પહેલા પણ સુરત લેડી ડોન માટે કુખ્યાત બની ગયું છે. આ પહેલા પણ સુરતની કેટલીક લેડી ડોનના આતંક સામે આવ્યા છે. 

ભાવિકા વાળાના આ પહેલાના કિસ્સા 
આ પહેલા પણ ભાવલી અને તેની ગેંગનો આતંક સામે આવ્યો છે. તેણે પોતાના મિત્રો સાથે મળીને સોસાયટીમાં આગળ હાથમાં હથિયારો જાહેર રસ્તા પર ઉભા રહી ધમાલ મચાવી હતી અને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી પણ સામે આવ્યા છે. કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે ભાવલી અને તેના ચાર મિત્રો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. જાહેરમાં ધમાલ મચાવી અને ગાડીના કાચની તોડફોડ કરવા અંગે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ કરી હતી. ભાવલી સુરતમાં જ નહીં પરંતુ બહાર દમણ ખાતે પણ તેના મિત્રો સાથે ગઈ હતી અને ત્યાં પણ તેને ધમાલ કરી હતી. ભાવલી અને તેના મિત્રોની નાની દમણમાં ધમાલમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે નાની દમણમાં ભાવલી સામે 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.

ગુજરાતમાં સાયલન્ટ ડિઝાસ્ટરનો ખતરો : સરકારે જાહેર કર્યું એલર્ટ, બચવાના જણાવ્યા ઉપાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More