SKCON Bridge: લગભગ એક વર્ષ અગાઉ અમદાવાદનાં SG હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર રાતના સમયે પૂરપાટ ઝડપે મોંઘદાટ કાર હંકારીને 9 નિર્દોષ લોકોને કચડી નાખનારા આરોપી નબીરા તથ્ય પટેલ ફરી ચર્ચામાં છે.
નબળી પડેલી સિસ્ટમ ફરી સક્રિય, આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, આ જિલ્લાઓમાં
આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વધુ એકવાર રેગ્યુલર જામીન મેળવવા માટે કરેલી અરજીમાં તપાસનીશ અધિકારીએ આરોપી વિલંબના કાનૂની દાવપેચ કરતા હોવાથી એફિડેવિટ કરીને જામીન અરજી ફગાવી દેવા માટે જણાવ્યુ છે. જેમાં કોર્ટે 13 મીના રોજ સુનાવણી માટે રાખી છે.
Jagannath Rath Yatra: સ્નાન યાત્રા પછી ભગવાન જગન્નાથ 15 દિવસ બીમાર શા માટે રહે છે ?
તપાસનીશ અધિકારીએ મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદી મારફતે એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે આરોપી તથ્ય પટેલ સામે અલગ- અલગ પોલીસ મથકમાં અકસ્માતના બે ગુના નોંધાયેલા છે. આરોપી સામે ત્રીજો ગંભીર અકસ્માતનો ગુનો છે. આમ આરોપી વાંરવાર અકસ્માતની ટેવવાળો છે.
શાહરૂખ ખાન અને અલ્લુ અર્જુન એક સાથે કરશે ફિલ્મ! પ્રોજેક્ટને લઈ થયો મોટો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, 9 નિર્દોષ લોકોને કચડી નાખનારા આરોપી તથ્ય પટેલ દ્વારા નીચલી કોર્ટમાં બે વર્ષ થવા આવ્યા હોવા છતા હજુ સુધી કાનૂની પ્રક્રિયામાં કેસ ઓપન થવા દીધો નથી. બીજી તરફ સુપ્રીમ કોર્ટ સુધી તથ્ય પટેલે રેગ્યુલર જામીન મેળવવા માટે કરેલી અરજી ફગાવી દેવામાં આવી હતી.
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર! 2026 નહીં આ વર્ષથી પગારમાં થઈ શકે છે વધારો
જો કે, તથ્ય પટેલને દાદાની અંતિમ વિધિ અને માતાની બીમારીમાં બે વખત ટેમ્પરી જામીન મેળવીને તથ્ય પટેલ જેલમાંથી બહાર આવ્યો હતો. જો કે, માતાના ઓપરેશન માટે તથ્ય પટેલે ટેમ્પરી જામીન મેળવ્યા હોવા છતા ઓપરેશન કરાવ્યું નહોતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે