અલ્કેશ રાવ, બનાસકાંઠા: ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 21મી ઓક્ટોબરે યોજાનાર છે. જેના પરિણામ 24મી ઓક્ટોબરે જાહેર થશે. જેમાંની એક બેઠક થરાદ છે. થરાદમાં અપક્ષ ઉમેદવાર ઈશ્વર ચૌધરીને પ્રચાર દરમિયાન ધમકી મળી હોવાનો આક્ષેપ લાગ્યો છે. કહેવાય છે કે ઈશ્વર ચૌધરી પ્રચાર કરવા માટે ગયા તો તેમને ગામ બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું. જેને લઈને મોટો હોબાળો થયો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઈરલ થયો છે.
જુઓ VIDEO
થરાદ બેઠક પરબત પટેલ સાંસદ બનતા ખાલી પડેલી બેઠક છે. જેના પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક માટે ભાજપ તરફથી જીવરાજ પટેલ અને કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત ચૂંટણીના મેદાનમાં છે. આમ તો આ બેઠક વર્ષોથી ભાજપ પાસે રહી છે જો કે અગાઉ કોંગ્રેસનો દબદબો હતો. આ બેઠક માટે અપક્ષ ઉમેદવાર પણ મેદાનમાં છે. આ જ અપક્ષ ઉમેદવાર ઈશ્વર ચૌધરી જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે તેમને ધમકી મળી હોવાનો આક્ષેપ થયો છે. ઉમેદવાર અને ગામવાળા વચ્ચે બોલાચાલી થઈ જેનો વીડિયો હાલ વાઈરલ થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે