Home> Technology
Advertisement
Prev
Next

Hondaનો ઘમાકો ! મિડલ ક્લાસ માટે લોન્ચ કરી બે સસ્તી બાઈક, Hero Xtremeને આપશે જોરદાર ટક્કર

Honda New Bike Launch: હાલ ભારતીય બજારમાં હીરોનો દબદબો છે, હિરોની સ્પ્લેન્ડર હાલ ભારતના માર્કેટ પર રાજ કરી રહી છે, ત્યારે હિરોની બીજી બાઈક પણ સારી વેચાય છે, ત્યારે હીરોને ટક્કર આપવા માટે હોન્ડાએ બે નવી બાઈકને માર્કેટમાં ઉતારી છે, જે હીરો એક્સ્ટ્રીમને સીધી ટક્કર આપે છે.
 

Hondaનો ઘમાકો ! મિડલ ક્લાસ માટે લોન્ચ કરી બે સસ્તી બાઈક, Hero Xtremeને આપશે જોરદાર ટક્કર

Honda New Bike Launch: ભારતીય બજારમાં લોકોની ડિમાંડને સમજતા હોન્ડાએ પોતાની બે બાઈક માર્કેટમાં લોન્ચ કરી છે, જેમાં CB125 Hornet અને Shine 100 DX છે, આ બન્ને બાઈક મિડિલ ક્લાસ લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, આ બાઈકની કિંમત પણ જોરદાર છે. CB125 Hornetની કિંમત 1.21 લાખ રૂપિયા છે, જ્યારે Shine 100 DXની શરૂઆતની કિંમત 74959 રૂપિયા રાખવામાં આવી છે. આ બાઈકની બુકિંગ શરૂ થઈ ગઈ છે અને ઓગસ્ટ 2025ના 15 તારીખ બાદ ડિલિવરી પણ ચાલુ થઈ શકે છે. 

fallbacks

Honda CB125 Hornet: સ્ટાઇલિશ અને પાવરફુલ

CB125 હોર્નેટ 125cc સેગમેન્ટમાં એક સ્ટાઇલિશ અને પાવરફુલ બાઇક છે. તેની મસ્ક્યુલર ફ્યુઅલ ટેન્ક અને બોલ્ડ પેઇન્ટ સ્કીમ તેને સ્પોર્ટી લુક આપે છે.

ડિઝાઇન અને ફીચર્સ: આ બાઇકમાં ગોલ્ડન USD ફ્રન્ટ ફોર્ક અને 5-સ્ટેપ એડજસ્ટેબલ મોનો-શોક સસ્પેન્શન છે, જે વધુ સારી હેન્ડલિંગ અને આરામદાયક રાઇડનો અનુભવ આપે છે. તેમાં ફુલ LED લાઇટિંગ, ટ્વીન LED હેડલેમ્પ્સ અને બ્લૂટૂથ સાથે 4.2-ઇંચ TFT ડિસ્પ્લે જેવી મોર્ડન સુવિધાઓ છે. આ ડિસ્પ્લે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ફોન અને એસએમએસ એલર્ટ જેવી સર્વિસ પણ આપે છે.

એન્જિન: CB125 હોર્નેટમાં 123.94cc, સિંગલ-સિલિન્ડર એન્જિન છે જે 7,500 RPM પર 8.2 kW પાવર અને 6,000 RPM પર 11.2 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક ફક્ત 5.4 સેકન્ડમાં 0 થી 60 kmphની ઝડપ પકડી શકે છે, જે તેને તેની શ્રેણીમાં સૌથી ઝડપી બનાવે છે.

હોન્ડા શાઇન 100 DX: સસ્તું અને વિશ્વસનીય

શાઇન 100 DX એ લોકો માટે છે જેઓ સસ્તું, ટકાઉ અને વિશ્વસનીય બાઇક ગોતી રહ્યા છે.

ડિઝાઇન અને સુવિધાઓ: અપડેટેડ મોડેલમાં ફરીથી ડિઝાઇન કરેલ હેડલેમ્પ, ક્રોમ ડિટેલિંગ અને નવા ગ્રાફિક્સ છે. લાંબી સીટ રાઈડરના કારણે પાછળ બેઠેલા બંને માટે આરામદાયક છે. તેમાં ડિજિટલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે જે માઇલેજ, ખાલી જગ્યાનું અંતર અને સર્વિસ રિમાઇન્ડર્સ જેવી માહિતી આપે છે.

એન્જિન: તે હોન્ડાના eSP (એન્હાન્સ્ડ સ્માર્ટ પાવર) સાથે 98.98cc, સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે. તે 7500rpm પર 5.43kW પાવર અને 5000rpm પર 8.04Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

કલર ઓપ્શન: શાઇન 100 DX ચાર રંગોમાં ઉપલબ્ધ છે: પર્લ ઇગ્નિયસ બ્લેક, ઇમ્પિરિયલ રેડ મેટાલિક, એથ્લેટિક બ્લુ મેટાલિક અને જેની ગ્રે મેટાલિક.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More