Home> Gujarat
Advertisement
Prev
Next

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી સુરતમાં લાખો લોકો બેઘર થશે! આ ઉદ્યોગને પડશે 12,000 કરોડથી વધુનો બોજ

Surat’s Diamond Industry: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી આયાત થતા હીરા પર 25% ટેરિફ લાદવાની જાહેરાતને પગલે સુરતના વિશાળ હીરા ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. 1 ઓગસ્ટથી અમલમાં આવનારા આ ટેરિફને કારણે કુદરતી અને લેબગ્રોન હીરાના નિકાસકારોને વાર્ષિક અંદાજે ₹12,000 કરોડથી વધુનો વધારાનો બોજ પડશે, જે ઉદ્યોગના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી સુરતમાં લાખો લોકો બેઘર થશે! આ ઉદ્યોગને પડશે 12,000 કરોડથી વધુનો બોજ

પ્રશાંત ઢીવરે/સુરત: વિશ્વના 10માંથી 9 હીરા સુરતમાં તૈયાર થાય છે, અને અમેરિકા આ હીરાનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. આ નિર્ણયથી સુરતના ડાયમંડ-જ્વેલરી ઉદ્યોગને સીધો ફટકો પડશે.ડાયમંડ ઉદ્યોગકાર નિલેશ બોડકીએ જણાવ્યું કે અગાઉ હીરા પર શૂન્ય ટકા ટેરિફ હતો. ત્યારબાદ જ્વેલરી પર 5 થી 7 ટકા ટેરિફ લાદવામાં આવ્યો. 5 એપ્રિલથી આ ટેરિફ 10 ટકા કરાયો અને હવે તે સીધો 25 ટકા પર પહોંચી ગયો છે, જે ઉદ્યોગ માટે મોટો આંચકો છે.

fallbacks

સાંબેલાધાર વરસાદ માટે તૈયાર રહેજો! ઓગસ્ટ-સપ્ટેમ્બરની તારીખો સાથે ભારે આગાહી, તબાહી લાવશે!

ગત નાણાકીય વર્ષમાં ભારતે અમેરિકાને ₹42,000 કરોડના કુદરતી હીરા અને ₹5,800 કરોડના લેબગ્રોન હીરાની નિકાસ કરી હતી. નવા ટેરિફ મુજબ, 1 ઓગસ્ટથી કુદરતી હીરાના નિકાસ પર ₹10,500 કરોડ અને લેબગ્રોન હીરા પર ₹1,470 કરોડનો વધારાનો ટેરિફ ચૂકવવો પડશે. આનાથી કુલ ₹12,000 કરોડથી વધુનો બોજ ઉદ્યોગ પર આવશે અને સ્વાભાવિક રીતે અમેરિકામાં હીરાની માંગમાં ઘટાડો થશે તેવી આશંકા છે. 

ટેરિફના ટેન્શન વચ્ચે આવી મોટી ખુશખબર, 33.50 રૂપિયા સસ્તો થયો ગેસ સિલેન્ડર

બોડકીએ આશા વ્યક્ત કરી હતી કે ભારત સરકાર અમેરિકા સાથે આ મુદ્દે વાટાઘાટો કરી રહી છે અને સારા પરિણામની અપેક્ષા છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે અલગ અલગ દેશો પર અલગ અલગ ટેરિફ હોવાથી, અમેરિકાનું ડાયમંડ માર્કેટ અન્ય દેશો તરફ વળવાની શક્યતા છે, જે લાંબા ગાળે સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ પડકારો ઉભા કરી શકે છે. આ નિર્ણયથી વૈશ્વિક હીરા બજારમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળી શકે છે.

ગુજરાતના માહિતી ખાતામાં નોકરીની સુવર્ણ તક; જાણો પગારથી લઈન અરજીની તારીખ સુધી બધું...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More