Home> World
Advertisement
Prev
Next

એક બાજુ ટેરિફ પર ઘમાસાણ, બીજી બાજુ ટ્રમ્પના નાક નીચે ભારતે ચૂપચાપ પાડ્યો મોટો 'ખેલ'

ડોનાલ્ડ ટ્રમ્પ હાલ તો ભારત સાથે જાણે જૂની દુશ્મની કાઢતા હોય એવું વર્તન કરી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે ભારતે ચૂપચાપ એક એવો નિર્ણય લઈ લીધો. ખાસ જાણો વિગતો. 

એક બાજુ ટેરિફ પર ઘમાસાણ, બીજી બાજુ ટ્રમ્પના નાક નીચે ભારતે ચૂપચાપ પાડ્યો મોટો 'ખેલ'

Consulates in USA: અમેરિકા ભલે હાલના સમયમાં ભારત પર આક્રોશ ઠાલવી રહ્યું હોય પરંતુ ભારત ખુબ જ મર્યાદામાં રહીને સમજી વિચારીને કામ લઈ રહ્યું છે. અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ ઝીંકી દીધો. આ સાથે જ કેટલીક ભારતીય કંપનીઓ પર એક્શન લીધા. પરંતુ આ બધા વચ્ચે ભારતે અમેરિકામાં પોતાના વાણિજ્ય દૂતાવાસ સેવાઓની મોટી જાહેરાત કરી છે. ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ ગુરુવારે જાણકારી આપી કે અમેરિકામાં આઠ નવા Indian Consular Application Centres ખોલવામાં આવશે. ભારતને તેનાથી શું ફાયદો  થશે તે પણ જાણો. 

fallbacks

અસલમાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાની આ જાહેરાત એવા સમયે આવી છે કે જ્યારે અમેરિકા હાલ ભારત સાથે દુશ્મનની જેમ વર્તી રહ્યું છે. હાલ ભારતનું આ એલાન ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓને તેજ અને સરળ સેવાઓ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રાજદૂત ક્વાત્રાએ જણાવ્યું કે આ નવા કેન્દ્રો બોસ્ટન, કોલંબસ, ડલ્લાસ, ડેટ્રોઈટ, એડિસન, ઓરલેન્ડો રેલે અને સેન હોજે શહેરોમાં શરૂ કરાશે. 

એવા લોકોને ફાયદો
આ ઉપરાંત એ પણ જણાવવામાં આવ્યું કે જલદી લોસ એન્જલસમાં પણ એક વધુ વાણિજ્ય દૂતાવાસ કેન્દ્ર ખોલવામાં આવશે. તેમણે કહ્યું કે આ કેન્દ્રો ખુલવાથી સેવાઓ પહેલા કરતા વધુ સુલભ અને તેજ થશે. 1 ઓગસ્ટ 2025થી તમામ ભારતીય દૂતાવાસ કેન્દ્રો હવે શનિવારે પણ ખુલ્લા રહેશે. જેનાથી લોકોને વિકેન્ડમાં પણ સેવાઓ મળશે. એવા લોકોને ખાસ ફાયદો થશે જે સપ્તાહના દિવસોમાં ઓફિસ કે અન્ય કામોમાં વ્યસ્ત રહે છે. 

ક્વાત્રાએ એ પણ જણાવ્યું કે કેટલીક ખાસ સેવાઓ હવે દૂતાવાસમાં જ મળશે પરંતુ મોટાભાગના 'મિસલેનિયમ કાન્સ્યુલર સર્વિસીઝ' જેમ કે પાસપોર્ટ, વિઝા, OCI વગેરે વહે આ નવા કેન્દ્રો ઉપર પણ સરળતાથી મળી શકશે. તેમણે ભારતીય સમુદાયને આગ્રહ કર્યો કે તેઓ ભારતીય દૂતાવાસની વેબસાઈટ પર જઈને આ સેવાઓની નિયમિત જાણકારી ચેક કરતા રહે. 

અત્રે જણાવવાનું કે વિદેશ મંત્રાલયના આંકડા મુજબ અમેરિકામાં લગભગ 54 લાખ જેટલા ભારતીય મૂળના લોકો રહે છે. જેમાંથી 20 લાખ જેટલા એનઆરઆઈ છે. આ સમુદાય ભારત અમેરિકાના સંબંધોને મજબૂત કરવામાં એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. આ અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાએ પણ બેંગ્લુરુમાં પોતાનું નવું વાણિજ્ય દૂતાવાસ  ખોલ્યું હતું જે ભારતમાં તેમનું પાંચમુ કોન્સ્યુલેટ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More