વડોદરા ફાયર બ્રિગેડમાં સાધનોની ખરીદીમાં કૌભાંડની ગંધ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરા ફાયર બ્રિગેડમાં 3.17 કરોડના સાધનોની ખરીદી 8થી 10 ઘણા ભાવે કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ વિભાગના વડા મનોજ પાટીલ અને ખરીદીમાં જોડાયેલા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે.
Gujarat Monsoon: 24 કલાકમાં 90 તાલુકામાં વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી
બજારમાં 280 રૂપિયામાં મળતી વ્હિસલ(સીસોટી) 3238.73 રૂપિયામાં ખરીદી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, બજારમાં 1400માં મળતી પાણીની બોટલ 3639માં ખરીદી, 275માં મળતું પોકેટ ચપ્પુ 3639માં ખરીદ્યું. LED ટોર્ચ બજારમાં 1800 માં મળે છે, જેના 18898 રૂપિયા ચૂકવાયા છે. ટૂલ કીટ 3800માં મળે છે, જેના 18198 રૂપિયા ચૂકવ્યા છે.
ચોમાસામાં આ સ્થળની મુલાકાત લેશો તો સ્વર્ગ ભૂલી જશો! સુંદરતા ભલભલાને કરે છે આકર્ષિત
વડોદરામાં આ કૌભાંડ સામે આવતા જ સમગ્ર મામલે વિપક્ષે કહ્યું ભ્રષ્ટ તંત્રએ તમામ હદો વટાવી દીધી છે. જેનામાં આવડત કે અનુભવ નથી તેવી વ્યક્તિને ફાયર બ્રિગેડની જવાબદારી સોંપવામાં આવી છે. ફાયરના સંસાધનો ખરીદવામાં મોટું કૌભાંડ આચર્યું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
ગુજરાતમાં સિઝનનો ક્યાં કેટલો વરસાદ વરસ્યો, જાણો કેટલું ચિંતાજનક છે ચોમાસું?
પાલિકાના ડે. મ્યુ કમિશ્નર ગંગાસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે સમગ્ર મામલો અમારી પાસે આવ્યો છે. મામલાની ગંભીરતા જોતા તપાસના આદેશ અપાયા છે. ખરીદી ક્યાં નિયમો હેઠળ કરાઈ તેની ખરાઇ કરીશું. જો કોઈ કૌભાંડ થયું હશે તો યોગ્ય કાર્યવાહી કરીશું. ફાયર બ્રિગેડમાં પણ અસલીને બદલે નકલી આઈટમોની ખરીદાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે