Home> Gujarat
Advertisement
Prev
Next

વેસ્ટર્ન રેલવેની મુસાફરો માટે મોટી જાહેરાત, અમદાવાદથી આ શહેર માટે દોડશે 200 સ્પેશિયલ ટ્રેન

Western Railway Special Trains : પશ્ચિમ રેલવેએ બે જોડી વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે... આ ટ્રેનો અમદાવાદના અસારવાથી કાનપુર જશે... ટ્રેનો ઉનાળાની ઋતુમાં 200 થી વધુ ટ્રેનો આ રુટ માટે દોડશે 

વેસ્ટર્ન રેલવેની મુસાફરો માટે મોટી જાહેરાત, અમદાવાદથી આ શહેર માટે દોડશે 200 સ્પેશિયલ ટ્રેન

Summer Special Train : પશ્ચિમ રેલવેએ ઉનાળાના વેકેશન દરમિયાન ગુજરાતના અમદાવાદ અને યુપીના મોટા શહેર કાનપુર વચ્ચે બે જોડી વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. આ બે જોડી ટ્રેનો સમગ્ર સીઝનમાં 200 થી વધુ ટ્રીપ કરશે. પશ્ચિમ રેલવેએ આ ટ્રેનોના બુકિંગ અને ચલાવવા માટેનું સમયપત્રક જાહેર કર્યું છે

fallbacks

ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલ્વેએ અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનથી કાનપુર સુધી સીધી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. બે જોડી ટ્રેન 200 થી વધુ ટ્રીપ કરશે. જેનો સીધો ફાયદો ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદથી ઉત્તર પ્રદેશ જતા મુસાફરોને થશે. પશ્ચિમ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઉનાળાની ઋતુમાં મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને વિશેષ ભાડા પર અસારવા-આગ્રા કેન્ટ ડેઈલી સ્પેશિયલ અને અસારવા-કાનપુર સેન્ટ્રલ વીકલી સ્પેશિયલની બે જોડી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1. ટ્રેન નંબર 01920/01919 અસારવા-આગ્રા કેન્ટ-અસારવા ડેઈલી સ્પેશિયલ (182 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ અસારવાથી 02 એપ્રિલ 2025 થી 01 જુલાઈ 2025 સુધી દરરોજ 18.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.20 કલાકે આગ્રા કેન્ટ પહોંચશે. આ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અસારવા સ્પેશિયલ આગ્રા કેન્ટથી 01 એપ્રિલ 2025 થી 30 જૂન 2025 સુધી દરરોજ 23.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.35 કલાકે અસારવા પહોંચશે. આ ટ્રેન રૂટ પર બંને દિશામાં હિંમતનગર, ડુંગરપુર, જાવર, ઉદેપુર સિટી, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બુંદી, કેશોરાઈ પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સિકરી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

30 વર્ષના ભાજપના શાસનમાં એક પણ ઉમેદવાર ન મળ્યો, કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જીતી

2. ટ્રેન નંબર 01906/01905 અસારવા-કાનપુર સેન્ટ્રલ-અસારવા વીકલી સ્પેશિયલ (26 ટ્રીપ્સ)
ટ્રેન નંબર 01906 અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 08 એપ્રિલ 2025 થી 01 જુલાઈ 2025 સુધી દર મંગળવારે અસારવાથી 09.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.00 કલાકે કાનપુર સેન્ટ્રલ પહોંચશે. આ રીતે, ટ્રેન નંબર 01905 કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ કાનપુર સેન્ટ્રલથી 07 એપ્રિલ 2025 થી 30 જૂન 2025 સુધી દર સોમવારે સવારે 08.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05.45 કલાકે અસારવા પહોંચશે. આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર, જાવર, ઉદેપુર સિટી, માવલી, ચંદેરિયા, મંડલ ગઢ, બુંદી, કેશોરાઈ પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના અને ફતેહપુર સીકરી, ઈદગાહ, ટુંડલા, ફિરોઝાબાદ અને ઈટાવા સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

ટિકિટ ક્યારે બુક થશે?
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 01920નું બુકિંગ તાત્કાલિક અસરથી છે અને ટ્રેન નં. 01906 નું બુકિંગ 03 એપ્રિલ 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશનની સંપૂર્ણ વિગતો રેલવેની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેએ અસારવાથી વિશેષ ટ્રેન દોડાવી છે કારણ કે કાલુપુર રેલવે (અમદાવાદ રેલવે સ્ટેશન)ના પુનઃવિકાસનું કામ ચાલી રહ્યું છે. ત્યાં બુલેટ ટ્રેન સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, અસારવાથી દરરોજ વિશેષ ટ્રેનો ચાલશે.

ડીસામા લાશોના ઢગલા પડ્યા! ઘટના નજરે નિહાળનારે કહ્યું, હું આવ્યો તો લાશોના ચીંથડા હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More