Budh Guru Yuti 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને ગુરુને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. બંને ગ્રહો નિશ્ચિત સમય અવધિમાં રાશિ પરિવર્તન કરે છે. આ બંને ગ્રહોની સ્થિતિમાં જે ફેરફાર થાય છે તેની અસર 12 રાશિના લોકોના જીવન પર અવશ્ય પડે છે. બુધ ગ્રહ દર 15 દિવસે રાશિ પરિવર્તન કરે છે તો ગુરુ ગ્રહ વર્ષમાં 1 વખત રાશિ બદલે છે.
આ પણ વાંચો: Numerology: લગ્નની તારીખ પરથી જાણો પત્ની જીવનભર પ્રેમ કરશે કે થતી રહેશે તકરાર
14 મે 2019 ના રોજ ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર પછી એક વર્ષ સુધી ગુરુ આ રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન જૂન માસમાં બુધ ગ્રહ પણ આ રાશિમાં આવશે. મિથુન રાશિમાં જ્યારે બુધ અને ગુરુ એક સાથે ગોચર કરશે ત્યારે શુભ યોગ સર્જાશે.
આ પણ વાંચો: Rahu Gochar 2025: 4 રાશિઓ માટે શાનદાર સમય શરુ થવાનો છે, રાહુ રાશિ બદલી બનાવશે ધનવાન
પંચાંગ અનુસાર દેવગુરુ બૃહસ્પતિ 14 મે 2025 ના રોજ વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં ગોચર કરશે. ત્યાર પછી ગ્રહોના રાજકુમાર બુધ 6 જુને મિથુન રાશિમાં જશે. બુધ મિથુન રાશિમાં 22 જૂન સુધી ગોચર કરશે. 6 જુન થી 22 જૂન સુધી મિથુન રાશિમાં બુધ અને ગુરુની યુતી સર્જાયેલી રહેશે. આ યુતિ ત્રણ રાશીના લોકો માટે શુભ રહેવાની છે.
આ પણ વાંચો: મીન રાશિમાં સર્જાયેલી સૂર્ય, શનિ, શુક્રની યુતિ 3 રાશિઓ માટે સૌથી ખરાબ, સમય ભારે
મિથુન રાશિ
મિથુન રાશિમાં જ ગુરુ અને બુધની યુતિ સર્જાશે જે આ રાશિના લોકો માટે લાભકારી છે. આ રાશિના લગ્ન ભાવમાં બંને ગ્રહની જ્યોતિ સર્જાશે જેથી લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ સમાપ્ત થશે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. શિક્ષા ક્ષેત્ર સાથે કામ કરતા લોકોને લાભ થઈ શકે છે. અવિવાહીતોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. વેપારમાં પણ લાભના યોગ છે. સમાજમાં માન સન્માન વધશે. અધ્યાત્મ તરફ ઝુકાવ વધશે.
આ પણ વાંચો: સૂર્યનું ગોચર થતાં જ આ લોકોની આવક ડબલ થશે, મિથુન સહિત 5 રાશિઓને છપ્પરફાડ ધનલાભ થશે
સિંહ રાશિ
આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આવકમાં વધારો થશે. જેના કારણે ધન સંબંધિત સમસ્યા દૂર થશે. પરિવાર અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમયે લાભકારી. કરિયર ક્ષેત્રમાં લાભ થશે. કરેલી મહેનતનું ફળ મળશે. નોકરીમાં પદ વધી શકે છે અથવા તો મોટી જવાબદારી મળી શકે છે. વેપારમાં નફો વધશે. શિક્ષા ક્ષેત્રે કામ કરતા લોકોને ઉત્તમ સફળતા મળશે. આ યુતિ અચાનક ધન લાભ કરાવી શકે છે.
આ પણ વાંચો: Shani Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે શનિનો મહાસંયોગ, અમીર બનશે 4 રાશિઓ
તુલા રાશિ
તુલા રાશી ના જાતકોની કુંડળીમાં બુધ અને ગુરુની યુતિ નવમાં ભાવમાં બની રહી છે. આ રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશે. ધર્મ કર્મમાં રુચિ વધશે. યાત્રા થઈ શકે છે. લાંબા સમયથી જીવનમાં ચાલતા સંઘર્ષથી છુટકારો મળશે. ભાઈ બહેનોના સહયોગથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ભાગ્યનો પૂરો સાથ મળશે આર્થિક સ્થિતિ સારી રહેશે. બચત કરવામાં સફળતા મળશે. સંતાન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થશે. સ્વાસ્થ્ય સારું રહેવાનું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે