Ahmdabad News: અમદાવાદ શહેરમાં મહિલાઓ પર સાસારિયાઓમાં માનસિક અને શારીરિક ત્રાસના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે શહેરના ચાંદખેડામાં 28 વર્ષીય પરિણીતાને નાની-નાની બાબતોમાં પરિણીતા સાથે બોલાચાલી દહેજની માંગણી કરીને ‘તું પનોતી છે’ કહીને ફટકારી હતી, એટલું જ નહીં, દિયરે તો છેડતી પણ કરી હતી. અંતે કંટાળીને પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આગામી 3 કલાક ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકી શકે છે ભારે વરસાદ; નાવ કાસ્ટ બુલેટીન જાહેર
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ચાંદખેડામાં 28 વર્ષીય પરિણીતાના લગ્ન 2022માં સરસપુરના યુવક સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ પતિ સહિત સાસરિયાઓએ નાની-નાની બાબતોમાં પરિણીતા સાથે બોલાચાલી કરી દહેજની માંગણી કરીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતુ.
લો બોલો! શાળામાં શિક્ષિકાએ વિધાર્થીનીની કાપી નાંખી ચોટલી! પછી સ્કૂલમાં થઈ જોવા જેવી.
ગત 21 માર્ચે 2024માં સાસરિયાઓએ પરિણીતાને તું અમારા ઘરમાં પનોતી આવી ગઈ છે. કહીને ઝઘડો કર્યો હતો. તેમજ દિયરે પરિણીતાની છેડતી કરી હતી. જેથી પરિણીતાએ પતિને કહેતા માર માર્યો હતો અને પત્નીને પુત્ર સાથે પિયરમાં મૂકી આવ્યો હતો.
અબુધાબીથી આવેલી મહિલા મુસાફરે કર્યો મોટો કાંડ! 15 આઈફોન, કરોડોનો ગાંજો સહિત આ વસ્તુઓ
બાદમાં સમાધાન થતા પરિણીતા સાસરીમાં રહેવા ગઈ હતી. તેમજ પતિએ દારૂ પીને ઝઘડો કર્યો હતો. અંતે કંટાળીને પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
7 જુલાઈથી આ 7 રાશિના લોકો કરશે જલસા, સૂર્યના નક્ષત્ર ગોચરથી કરિયર કરશે શાઈન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે