Health News: કેન્સર શરીરના ગમે તે હાડકામાં થઈ શકે છે. પરંતુ આ બીમારી ખૂબ સામાન્ય નથી. જો સમય રહેતા તેના લક્ષણોની ઓળખ કરી સારવાર શરૂ ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. હકીકતમાં લોકો હાડકામાં થનાર દુખાવો કે સોજાને સામાન્ય ઈજા કે થાક માની નજરઅંદાજ કરે છે, પરંતુ ક્યારેક આ સાધારણ લાગનાર લક્ષણ પણ કોઈ ગંભીર બીમારી તરફ ઈશારો કરે છે.
આ લેખમાં અમે તમને હાડકાના કેન્સરના એવા પાંચ સંકેતો વિશે જણાવી રહ્યાં છીએ, જેને લોકો સમજી શકતા નથી અને સમય રહેતા કેન્સરની સારવાર શરૂ થઈ શકતી નથી.
સતત હાડકામાં દુખાવો
હાડકામાં સતત દુખાવો એ કેન્સરનું સૌથી સામાન્ય અને પ્રથમ લક્ષણ છે. શરૂઆતમાં, આ દુખાવો ક્યારેક ક્યારેક થાય છે, પરંતુ ધીમે ધીમે તે કાયમી બને છે અને રાત્રે વધુ વધે છે. જો કોઈ ચોક્કસ વિસ્તારમાં લાંબા સમય સુધી દુખાવો રહે છે, તો તે ત્યાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાનો સંકેત હોઈ શકે છે.
સોજો અથવા ગઠ્ઠો બનવો
જો હાડકાની આસપાસ સોજો આવે છે અથવા ગઠ્ઠો અનુભવાય છે, તો તે હાડકાના કેન્સરની નિશાની પણ હોઈ શકે છે. આ સોજો ઘણીવાર પીડા સાથે હોય છે, પરંતુ ક્યારેક કોઈ દુખાવો થતો નથી. ગાંઠ વધતી હોય ત્યાં સોજો આવી શકે છે.
આ પણ વાંચોઃ શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ખેંચીને બહાર કાઢશે આ લીલું પાન, તમે પણ ડાયટમાં કરો સામેલ
હાડકાં સરળતાથી તૂટવા
કેન્સરથી પ્રભાવિત હાડકાં નબળા પડી જાય છે અને થોડી ઈજાથી પણ તૂટી શકે છે. જો કોઈ વ્યક્તિનું હાડકું નાની ઈજાને કારણે તૂટી જાય છે, તો તે એક ગંભીર ચેતવણી છે જેને અવગણવી જોઈએ નહીં.
અચાનક વજન ઘટી જવું
હાડકાના કેન્સરમાં શરીરની ઉર્જા ઝડપથી ખતમ થાય છે. તેનાથી વ્યક્તિને સતત થાકનો અનુભવ થાય છે અને ભૂખ ઓછી લાગે છે. ઘણીવાર વજન ઝડપથી ઘટવા લાગે છે, જે કેન્સરનો મુખ્ય સંકેત છે.
ચાલવા-ફરવામાં સમસ્યા
જો ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે, ખાસ કરી પગ કે હાથમાં જ્યાં દુખાવો કે સોજા છે તો તે કેન્સરનું કારણ હોઈ શકે છે. હાડકા નબળા થવાથી અંગોને સામાન્ય કામ કરવામાં પણ મુશ્કેલી આવે છે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે