Home> Health
Advertisement
Prev
Next

Singhparni: કિડની, લિવરને હેલ્ધી રાખે છે આ પીળા ફુલવાળો છોડ, ખૂબ ઓછા લોકો જાણતા હોય છે આ જડીબુટ્ટી વિશે

Singhparni Benefits: સિંહપર્ણી એક છોડ છે જેનું સાઈંટિફિર નામ ટરાક્સેકમ છે. આ છોડ તેના પીળા ફૂલ અને ઔષધીય ગુણો માટે જાણીતો છે. સુશ્રુત સંહિતામાં તેનો ઉલ્લેખ દુગ્ધિકા અથવા પર્ણબીજ નામથી કરવામાં આવ્યો છે. આ છોડ કિડની, લિવર માટે વરદાન સમાન છે. 
 

Singhparni: કિડની, લિવરને હેલ્ધી રાખે છે આ પીળા ફુલવાળો છોડ, ખૂબ ઓછા લોકો જાણતા હોય છે આ જડીબુટ્ટી વિશે

Singhparni Benefits: સિંહપર્ણીનો ઉપયોગ વર્ષોથી બીમારીઓના ઈલાજમાં કરવામાં આવે છે. આ છોડ દુનિયાભરમાં વ્યાપક રીતે મળે છે. મૂળ તો આ છોડ યૂરેશિયામાં ઉગે છે. પરંતુ અમેરિકા, દક્ષિણી આફ્રીકા, ભારત, ઓસ્ટ્રેલિયામાં પણ તે મળી આવે છે. ભારતમાં આ છોડ હિમાલયી વિસ્તારોમાં વધારે જોવા મળે છે. સિંહપર્ણીના 30 થી વધુ પ્રકારો છે. 

fallbacks

આ પણ વાંચો: Tulsi Dudh: તુલસીના પાન ઉકાળેલું 1 કપ દૂધ રોજ પીવાથી 5 સ્વાસ્થ્ય સમસ્યામાં થશે ફાયદો

સિંહપર્ણીના ગુણ

સુશ્રુત સંહિતા અનુસાર સિંહપર્ણી ફાઈબરનો સારો સોર્સ છે. જે કબજિયાતથી રાહત અપાવે છે અને ડાયજેશન સિસ્ટમને મજબૂત કરે છે. તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરીરના સોજા ઓછા કરવામાં મદદ કરે છે. 

આ પણ વાંચો: Monsoon: ચોમાસામાં ખાવા આ શાકભાજી, ખાધા પછી પેટ ભારે નહીં લાગે, શરીર સ્વસ્થ રહેશે

સિંહપર્ણીના ફાયદા

આયુર્વેદમાં સિંહપર્ણીને લિવર માટે નેચરલ ડિટોક્સિફાયર કહેવામાં આવ્યું છે. જેના મૂળ અને પાન પાચન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે. તેના પાનમાં વિટામિન એ, સી અને ડી સાથે પોટેશિયમ, કેલ્શિયમ જેવા મિનરલ્સ હોય છે જે તેને ઉત્તમ ઔષધી બનાવે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી ડાયાબિટીસ મેનેજ કરવામાં અને ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે.

આ પણ વાંચો: Stomach Cancer: સવારે ઉઠતા વેંત થતી આ 5 સમસ્યા હોય શકે છે પેટમાં કેન્સરની શરુઆત

સિંહપર્ણીના પાનના ફાયદા

અમેરિકી નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર સિંહપર્ણીના પાનના અર્કમાં એવા કંપાઉંડ હોય છે જે કિડનીને ડેમેજ થતા અટકાવે છે. સાથે જ શરીરમાં વધતા સોજાને રોકવામાં મદદ કરે છે. તેનાથી શરીરના ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ મળે છે. જેના કારણે કિડની પર ભાર ઓછો થાય છે અને કિડની હેલ્ધી રહે છે.

આ પણ વાંચો: ફેટી લિવર અને બેડ કોલેસ્ટ્રોલ માટે વરદાન છે આ દાળનું પાણી, પીવાથી શરીર થશે ડિટોક્સ

સિંહપર્ણીની ચાથી થતા લાભ

ડાયાબિટીસના રોગીઓ માટે સિંહપર્ણીની ચા ફાયદાકારક માનવામાં આવે છે. તે પૈંક્રિયાસને ઉત્તેજિત કરી ઈંસુલિન પ્રોડક્શનમાં મદદ કરે છે. જેથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. સિંહપર્ણીમાં કેલ્શિયમ અને વિટામિન પ્રચુર માત્રામાં હોય છે જેથી હાડકા મજબૂત થાય છે અને હાડકા સંબંધિત ઈંફેકશન દુર કરવામાં મદદ મળે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More