Home> Spiritual
Advertisement
Prev
Next

Shukra Upay: કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો જીવનભર રહે આર્થિક સમસ્યાઓ, જાણો શુક્રને મજબૂત કરવાના ઉપાયો

Weak Shukra in Kundli: શુક્ર ગ્રહ જીવનમાં સુખ, પ્રેમ, ધન, આકર્ષણનો કારક ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી કે દોષયુક્ત હોય તો વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ રહે છે. શુક્ર ગ્રહને કેટલાક સરળ ઉપાયોથી મજબૂત કરી શકાય છે. આ ઉપાયો કયા છે ચાલો જાણીએ.
 

Shukra Upay: કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો જીવનભર રહે આર્થિક સમસ્યાઓ, જાણો શુક્રને મજબૂત કરવાના ઉપાયો

Weak Shukra in Kundli: શુક્ર ગ્રહ સુખ, પ્રેમ, ધન, વૈભવનો કારક ગ્રહ છે. જો કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો તે વ્યક્તિને આર્થિક સમસ્યાઓ, સાંસારિક સમસ્યાઓ, સ્ત્રી સુખ, સંતાન સુખ મળવામાં તકલીફો રહે છે. આજે તમને જણાવીએ કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત છે કે નબળો તે કઈ રીતે જાણવું અને તેના પ્રભાવ કેવા હોય છે. જો કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો તેણે શુક્ર સંબંધિત કેટલાક ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો વિશે પણ વિસ્તારપૂર્વક જાણીએ. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ: આજે ભાગ્ય મહત્વની ભૂમિકા ભજવશે, જીવનના તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થશે

શુક્ર આપે છે લક્ઝરી લાઇફ 

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો તે વ્યક્તિ આકર્ષક હોય છે. તે વ્યક્તિ લોકોમાં પણ અલગ તરી આવે છે. શુક્ર મજબૂત હોય તેમને સારા જીવનસાથી મળે છે. આવા લોકોની લાઈફ લક્ઝરી વસ્તુઓથી ભરપૂર હોય છે. શુક્ર મજબૂત હોય તે વ્યક્તિ ફેશન, ફિલ્મ, મનોરંજન, કલા સહિતના ક્ષેત્રોમાં સારું નામ કમાઈ શકે છે. મજબૂત શુક્ર હોય તે વ્યક્તિ વેપારમાં પણ સફળ થાય છે અને પ્રેમ સંબંધોમાં પણ સફળ રહે છે. 

આ પણ વાંચો: શુક્રના મિથુન રાશિમાં ગોચરથી સર્જાશે ગજલક્ષ્મી રાજયોગ, મેષ સહિત 5 રાશિઓ થશે માલામાલ

નબળા શુક્રના પ્રભાવ 

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળી સ્થિતિમાં હોય તો તે વ્યક્તિના જીવનમાં પ્રેમ, રોમાંસ, સુખ-સુવિધા સહિતની બાબતોમાં સંઘર્ષ કરવો પડે છે. આવા લોકોને મહેનત કર્યા પછી પણ મન મુતાબિક નામના મળતી નથી. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પહેલા ભાવમાં શુક્ર નબળો હોય તો તે ભાગ્યના ભરોસે રહેનાર હોય છે. આવા લોકો ફક્ત પોતાના વિશે વિચારે છે. કુંડળીના બીજા ભાવમાં શુક્ર નબળો હોય તો સંતાન સુખમાં સમસ્યા આવે છે, ત્રીજા ભાવમાં શુક્ર નબળો હોય તો છેતરપિંડી ચોરી તરફ વ્યક્તિ જઈ શકે છે.

આ પણ વાંચો: કન્યા રાશિમાં પ્રવેશ કરશે મંગળ, 3 રાશિઓ માટે સર્જાશે ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ

શુક્ર ગ્રહને મજબૂત કરવાના ઉપાય 

- શુક્રવારનું વ્રત કરવું અને નદીમાં ચોખા અને દૂધ ચઢાવવા. 

- શુક્રવારના દિવસે રંગીન રેશમી કપડા, સુગંધિત વસ્તુઓ, કપૂરનું દાન કરવાથી પણ લાભ થાય છે. 

આ પણ વાંચો: શ્રાવણ માસમાં 5 રાશિઓ પર રહેશે શિવજીની વિશેષ કૃપા, ક્યારથી શરુ થાય છે શ્રાવણ મહિનો ?

- શુક્રવારે નહાવાના પાણીમાં એલચી ઉમેરી સ્નાન કરવું.

- શુક્રવારે કાગડાને ખીર અથવા મીઠાઈ ખવડાવવી 

- શુક્રવારે માં લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવવો અને નિયમિત રીતે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો. 

આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ અને શનિ બનાવશે દુર્લભ સંયોગ, આ રાશિઓને અપાર ધન સાથે વધશે પ્રતિષ્ઠા

- શુક્રના બીજ મંત્ર 'ઓમ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:' નો નિયમિત જાપ કરવો 

- જેમની આંખ નબળી હોય તેમણે શુક્રવારે સફેદ કપડાં અથવા મીઠાઈનું દાન કરવું. 

- જ્યોતિષીની સલાહ લીધા પછી હીરો ધારણ કરવાથી પણ શુક્ર મજબૂત થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More