Health News: શું તમે જાણો છો કે તમારા લિવરમાં ટોક્સિન્સ જમા થાય છે તો તમારૂ સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે? જો લિવરમાં જમા ગંદકીને સમય રહેતા કાઢવામાં ન આવે તો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યા અને થાક જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવો કેટલાક એવા ડિટોક્સ ડ્રિંક્સ વિશે જાણકારી હાસિલ કરીએ, જેનું નિયમિત સેવન કરવાથી તમે લિવર અને શરીરને સાફ રાખી શકો છો.
મેથીના દાણાનું પાણી
પોષક તત્વોથી ભરપૂર મેથીના દાણાનું પાણી તમારા લીવરના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકે છે. ફેટી લીવરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ આ પીણું પી શકાય છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા ઉમેરો અને તેને આખી રાત પલાળી રાખો અને પછી બીજા દિવસે સવારે ખાલી પેટે આ પીણું પીવો.
લીંબુ પાણી ફાયદાકારક સાબિત થશે
એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધું લીંબુ નિચોવી લો. તમે તેમાં થોડું કાળું મીઠું પણ મિક્સ કરી શકો છો. ખાલી પેટે વિટામિન સી ભરપૂર લીંબુ પાણી પીવાથી લિવર ડિટોક્સિફાય થઈ શકે છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે લીંબુ પાણી તમારા લીવર અને આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સારા પરિણામો મેળવવા માટે, આવા કુદરતી પીણાંનો આહાર યોજનામાં યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચોઃ પાણી, ખાંડ અને મીઠું આ માપથી લઈ ઘરે બનાવી શકો છો ORS, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો
આમળા જ્યુસનું કરો સેવન
દાદી-નાનીના જમાનાથી આમળા સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. લિવરને ડિટોક્સ કરવા માટે પણ તમે આમળાનું જ્યુસ તમારા ડેલી ડાયટ પ્લાનનો ભાગ બનાવી શકો છો. સારૂ પરિણામ હાસિલ કરવા માટે તમારે દરરોજ સવારે 30 એમએલ જ્યુસને પાણીમાં મિક્સ કરી પીવું જોઈએ.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે