શું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજીવાર અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની યોજના ઘડી રહ્યા છે. શું તેઓ અમેરિકાના પુતિન બનવા માંગે છે? આ અંગે અટકળો તો ઘણા સમયથી થતી હતી પરંતુ રવિવારે ટ્રમ્પે પોતે આ અંગે સ્પષ્ટતા કરી દીધી. તેમણે ખુલીને કહ્યું કે તેઓ ત્રીજીવાર પણ રાષ્ટ્રપતિ તરીકે દેશની સેવા કરવા માંગે છે.
એનબીસી ન્યૂઝને ટેલિફોનથી આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ તે સમયે 'દેશની સૌથી કપરી નોકરી' માં સેવા આપવાનું ચાલુ રાખશે તો તેના પર તેમણે કહ્યું કે જુઓ મને કામ કરવું ગમે છે. તેમણે દાવો કર્યો કે અમેરિકાની જનતા તેમની લોકપ્રિયતાના કારણે તેમને ત્રીજો કાર્યકાળ આપવા માટે પણ તૈયાર થઈ જશે.
ત્રીજી ચૂંટણી લડવાની તૈયારીમાં ટ્રમ્પ?
ટ્રમ્પે કહ્યું કે હું મજાક નથી કરતો. એવી રીતો છે કે જેનાથી તમે એમ કરી શકો છો. જો કે તેના વિશિ વિચારવું હાલ ખુબ ઉતાવળભર્યું રહેશે. વિદેશનીતિ મામલાના એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ ટ્રમ્પની આવી ટિપ્પણીઓથી સ્પષ્ટ છે કે વર્ષ 2029માં પોતાનો બીજો કાર્યકાળ ખતમ થયા બાદ પણ તેઓ ત્રીજીવાર ચૂંટણી લડવાની યોજના ઘડી રહ્યા છે. આ માટે તેઓ કદાચ બેથી વધુ વાર દેશનું નેતૃત્વ કરવા પર લાગેલી રોક સંબંધિત બંધારણીય બાધાને પાર કરવાની યોજના પર વિચાર કરી રહ્યા છે.
બંધારણમાં કરશે સંશોધન?
અસલમાં ફ્રેંકલિન ડી. રૂઝવેલ્ટ સતત ચાર વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 1951માં અમેરિકાના બંધારણમાં 22મું સંશોધન કરાયું જેમાં કહેવાયું કે કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિના પદ પર બેથી વધુ વાર ચૂંટાઈ શકશે નહીં. આ સંશોધન સાથે અમેરિકામાં મહત્તમ 2વાર જ રાષ્ટ્રપતિ બનવાની લિમિટ લગાવવામાં આી. આ બંધારણીય સંશોધન બાદ અત્યાર સુધીમાં ચૂંટાઈ આવેલા તમામ રાષ્ટ્રપતિ તે મર્યાદાનું પાલન કરતા આવ્યા છે પરંતુ ટ્રમ્પનો મિજાજ કઈક અલગ જોવા મળી રહ્યો છે.
અમેરિકામાં 4 વર્ષની ટર્મ
અત્રે જણાવવાનું કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદનો કાર્યકાળ 4 વર્ષનો છે. ટ્રમ્પ 2017થી લઈને 2021 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. પરંતુ 2021માં તેઓ જો બાઈડેન સામે હાર્યા. ત્યારબાદ 2025માં તેઓ ફરીથી ચૂંટણી લડ્યા. જેમાં તેમનો મુકાબલો ભારતીય મૂળના કમલા હેરિસ સામે હતો. આ ચૂંટણીમાં તેઓ ભારે બહુમતીથી જીત્યા. તેમનો કાર્યકાળ 2029માં પૂરો થશે. ત્યાં સુધીમાં તેઓ 82 વર્ષના થઈ જશે. આમ છતાં ટ્રમ્પ આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેમની લોકપ્રિયતાના કારણે અમેરિકી જનતા તેમને ત્રીજો કાર્યકાળ આપવા માટે સહમત થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે