How to stop Eye Twitching: ઘણીવાર એવું થાય છે કે ડાબી અથવા તો જમણી આંખ અચાનક ફરકવા લાગે. ક્યારેય તો આંખ થોડી સેકન્ડ માટે જ ફરકે છે પરંતુ ક્યારેક આંખ સતત ફરકે રાખે છે. જો આંખ ફરકવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિએ તેને અટકાવવાના ઉપાય કરવા જોઈએ.
આ પણ વાંચો: લીલા શાકભાજીથી બનેલા ગ્રીન જ્યુસથી ઘટશે હાઈ કોલેસ્ટ્રોલ, સ્વાદ પણ હોય છે ભાવે એવો
આંખ ફરકવાને લઈને શુભ-અશુભ માન્યતા પણ જોડાયેલી છે પરંતુ સાઈંટિફિકલી આંખનું ફરકવું માયોકિમિયાના કારણે હોય છે. આ સ્થિતિમાં આંખની આસપાસના સ્નાયૂ અનિયંત્રિત થઈ સંકોચાય છે અને પછી તુરંત ખુલે છે. જેના કારણે આંખ ફરકતી હોય તેવું લાગે. જો કોઈ વ્યક્તિને આંખની આસપાસ સતત આવો અનુભવ થતો હોય તો તેણે આ ઉપાય અપનાવવા જોઈએ.
આ પણ વાંચો: Cancer: અન્નનળીમાં કેન્સર વધતું હોય ત્યારે દેખાય આ લક્ષણો, એસિડીટી સમજી ઈગ્નોર ન કરો
આંખને ફરકતી અટકાવવા શું કરવું ?
1. આંખ અચાનક વધારે પ્રમાણમાં ફરકવા લાગે તો તે જગ્યા પર ગરમ પાણીનો શેક કરો જેથી સ્નાયૂને આરામ મળે અને સ્નાયૂનું ખેંચાણ ઓછું થાય.
2. ઘણીવાર આંખ ફરકવાનું કારણ અપુરતી ઊંઘ પણ હોય છે. જો આ સમસ્યાથી બચવું હોય તો ઊંઘ પુરી થાય તે વાતનું ધ્યાન રાખો.
3. દિવસ દરમિયાન દર થોડી કલાકે આંખમાં પાણી છાંટી આંખને સાફ કરો. તેનાથી આંખને ઠંડક મળશે અને સ્નાયૂ પણ રિલેક્સ થશે.
આ પણ વાંચો: માથું દુખતું હોય ત્યારે સુંઘો આ 5 માંથી કોઈ 1 છોડના પાન, સુગંધથી દુખાવામાં થશે રાહત
4. સ્ટ્રેસના કારણે પણ આંખ ફરકતી હોય છે. જ્યારે પણ આંખ વધારે ફરકવા લાગે તો સ્ટ્રેસ દુર થાય તેવો વ્યાયામ કરો.
5. આંખ ફરકવાની સમસ્યા કાયમી થઈ ગઈ હોય તો કૈફીન ઈનટેક ઘટાડો અથવા બંધ કરો.
6. સૌથી મહત્વનું વધારે દિવસો સુધી આંખમાં તકલીફ જણાય તો સમય બગાડ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે