Home> Health
Advertisement
Prev
Next

Healthy Foods: આ છે દુનિયાના સૌથી હેલ્ધી ફુડ્સ, આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી બીમારીઓ રહે છે દુર

Most Healthy Vegetarian Foods: ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટા આહાર વચ્ચે તમે શરીરને હેલ્ધી અને ફિટ રાખવા માંગો છો તો આજે તમને દુનિયાના સૌથી હેલ્ધી ફુડ વિશે જણાવીએ. જેને ડાયટમાં સામેલ કરવા જોઈએ.
 

Healthy Foods: આ છે દુનિયાના સૌથી હેલ્ધી ફુડ્સ, આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી બીમારીઓ રહે છે દુર

Most Healthy Vegetarian Foods: હેલ્ધી અને ફિટ રહેવા માટે સૌથી જરૂરી છે યોગ્ય આહાર. આજે તમને દુનિયાના સૌથી હેલ્ધી ફુડ વિશે જણાવીએ જેને ડાયટમાં સામેલ કરી શકો છો. આ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી શરીરથી બીમારીઓ દુર રહે છે. તો ચાલો જાણીએ એ કયા ફુડ છે જેને ખાવા જરૂરી છે. 

fallbacks

આ પણ વાંચો: Burn Injury:કોઈપણ વસ્તુથી દાઝ લાગે તો સૌથી પહેલા આ કામ કરજો, ચામડી પર ફોડલા નહીં પડે

લીલા પાનવાળા શાકભાજી

મેથી, પાલક, સરસો, ચોલાઈમાં ભરપુર માત્રામાં આયરન, કેલ્શિયમ, ફાઈબર હોય છે જે શરીરમાં રક્તની ખામીને દુર કરે છે અને બોડીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ સિવાય બ્રોકલી, કોબી, ફ્લાવર જેવા શાક પણ શરીરને ફાયદો કરે છે. 

આ પણ વાંચો: લીવર માટે એસિડ સમાન છે આ 5 ફુડ્સ, રોજ ખાવાથી શરીરમાં ડબલ સ્પીડથી વધે કેન્સર સેલ્સ

નટ્સ અને સીડ્સ

અખરોટ, બદામ, ચિયા સીડ્સ, ફ્લેક્સસીડ્સ અને સનફ્લાવર સીડ્સ જેવા બી પ્રોટીન, હેલ્ધી ફેટ અને ઓમેગા 3 ફેટી એસિડથી ભરપુર હોય છે જે હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક છે. તેનાથી યાદશક્તિ પણ તેજ થાય છે. 

આ પણ વાંચો:Fatty Liver: આ 4 આદતોના કારણે જુવાનીમાં જ સડી જાય છે લીવર, તમને તો નથી ને આ આદતો ?

શક્કરીયા, બીટ અને એવોકાડો

હેલ્ધી ફુડમાં બીટ, શક્કરીયા અને એવોકાડો પણ આવે છે. આ વસ્તુઓમાં વિટામિન એ, પોટેશિયમ, ફાઈબર અને એન્ટી ઓક્સીડન્ટ ભરપુર માત્રામાં હોય છે. આ વસ્તુઓ બ્લડ શુગર કંટ્રોલ કરવાની સાથે વજન ઘટાડવામાં પણ હેલ્પ કરે છે. એવોકાડો હાર્ટ અને સ્કિન હેલ્થ પણ સુધારે છે. 

આ પણ વાંચો:બેડ કોલેસ્ટ્રોલ વધે ત્યારે આ અંગમાં રહે દુખાવો, જાણો બેડ કોલેસ્ટ્રોલનો ઘરેલુ ઈલાજ

ઈંડા, દાળ અને કઠોળ

ઈંડામાં વિટામિન બી 12, વિટામિન ડી હોય છે. તેનાથી મસલ્સ બિલ્ડ થાય છે અને બ્રેન ફંકશન સુધરે છે. તેવી જ રીતે દાળ અને કઠોળ પણ વેજિટેરિયન લોકો માટે પ્રોટીનનો સૌથી સારો સોર્સ છે. મસૂર, મગ, લોબિયા, ચણા, રાજમા જેવા કઠોળ અને દાળ પ્રોટીન, ફોલેટ, આયરન અને ફાઈબરથી ભરપુર હોય છે. 

આ પણ વાંચો: સાયલન્ટ હાર્ટ એટેક કેવી રીતે આવે ? સમય પહેલા હાર્ટ એકેટ ને ટાળવા શું કરવું ?

લસણ અને દહીં

લસણમાં એલિસિન નામનું કંપાઉંડ હોય છે જે બીપી, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે. તે એક નેચરલ એન્ટી બાયોટિક છે. દહીં પ્રોટીન અને કેલ્શિયમથી ભરપુર હોય છે. દહીં પ્રોબાયોટિક્સ છે જે પાચનમાં મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More