પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કર્યો. સેનાઓએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાના બરાબર 15 દિવસ બાદ બુધવારે રાતે લગભગ દોઢ વાગે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દીધી. પાકિસ્તાન અને પીઓકેમાં સેનાએ 9 આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી. આ હુમલા બાદ પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો છે. પરંતુ આ બધા વચ્ચે ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ મનોજ મુકુંદ નરવણેની એક ટ્વીટ ખુબ વાયરલ થઈ રહી છે.
વાત જાણે એમ છે કે મનોજ મુકુંદ નરવણેએ લખ્યું કે પિક્ચર અભી બાકી હૈ. ત્યારબાદ પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો છે. મનોજ નરવણે એક્સ આર્મી ચીફ ઓફ સ્ટાફ છે. તેમણે ભારત તરફથી લેવાયેલા આ બદલા બાદ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટના અનેક તારણો નીકળી શકે છે. આ કડીમાં આર્મી તરફથી પ્રેસ કોન્ફરન્સ થઈ છે જેમાં આ હુમલા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી. હવે જોવાનું એ રહેશે કે આગળ શું થશે.
પહેલગામ હુમલાનો બદલો
પહેલગામમાં આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર હુમલો કર્યો અને ઘાતકી રીતે 26 લોકોને મારી નાખ્યા. આ હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓ પર એર સ્ટ્રાઈક કરી. ભારતીય સનાઓએ નવ આતંકી ઠેકાણા પર ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક અંજામ આપ્યો. ભારતે હુમલાના બરાબર 15 દિવસ બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. હુમલા માટે જવાબદાર સમૂહો સંલગ્ન આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યા. ભારત સરકારે પુષ્ટિ કરી છે કે તમામ નવ ઠેકાણા પર સફળતાપૂર્વક હુમલો કરાયો જેથી કરીને પાકિસ્તાનમાં કોઈ પણ નાગરિક કે સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રભાવિત થયું નહીં.
Abhi picture baki hai…
— Manoj Naravane (@ManojNaravane) May 7, 2025
ઓપરેશન સિંદૂર
બધાને ખબર હતી કે ભારત પહેલગામ આતંકી હુમલાનો બદલો જરૂર લેશે અને હવે ઓપરેશન સિંદૂરને અંજામ અપાયો. 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે આ કાર્યવાહી કરી જેમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકના જીવ ગયા હતા. આ ઓપરેશન ભારત દ્વારા એ સુનિશ્ચિત કરવાનું એક સુનિયોજિત પગલું હતું કે હુમલા માટે જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે