Home> Health
Advertisement
Prev
Next

Matcha Tea: શું છે માચા ટી અને કેવો હોય તેનો સ્વાદ ? જાણો આ ચા શરીરને કેવી રીતે ફાયદો કરે છે

Matcha Tea Benefits: આજકાલ સોશિયલ મીડિયા પર તમે અનેક લોકોને માચા ટી પીતા જોયા હશે. માચા ટી પીવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જો કે એવા પણ અનેક લોકો હશે જેને માચા ટી શું છે એ પણ ખબર નહીં હોય. તો ચાલો આજે તમને જણાવીએ માચા ટી વિશે બધું જ..
 

Matcha Tea: શું છે માચા ટી અને કેવો હોય તેનો સ્વાદ ? જાણો આ ચા શરીરને કેવી રીતે ફાયદો કરે છે

Matcha Tea Benefits: હાલના સમયમાં માચા ટી લોકપ્રિય થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તમે ઘણા લોકોને માચા ટી પીતા જોયા હશે. જોકે ઘણા લોકો એવા હોય છે જેને માચા ટી વિશે ખબર નહીં હોય. માચા ટી પારંપરિક જાપાની ચા છે. ગ્રીન ટી ની સરખામણીમાં માચા ટી ને વધારે ફાયદાકારક માનવામાં આવે છે આ કારણથી માચા ટી ને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવે છે. 

fallbacks

આ પણ વાંચો: વ્હાઈટ ડિસ્ચાર્જમાં ચોખાનું પાણી ફાયદો કરે ? જાણો સફેદ પાણી પડવાના કારણો અને ઉપાયો

ગ્રીન ટી અને માચા ટી  બંને કૈમેલિયા સાઈનેંસિસ છોડમાંથી જ તૈયાર થાય છે, ફરક એટલો હોય છે કે ગ્રીન ટી માટે આ છોડના પાનને સૂકવી પછી રિફાઇન કરીને ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે માચા ટી માં આ પાનને મૂળથી અલગ કરી તેને પાણીમાં ઉકાળી, સુકવીને તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી આ પાવડરથી માચા ટી બનાવવામાં આવે છે. માચા ટી નો પાવડર પાણીમાં મિક્સ કરવા માટે ખાસ પ્રકારના બ્રશનો ઉપયોગ કરવામાં આવે છે. માચા ટી પાણીમાં સરળતાથી ભળી જાય. 

આ પણ વાંચો: મિનિટોમાં એસિડિટી દુર કરે એવા ઘરેલુ ઉપાયો, આ વસ્તુથી ગેસ પણ મટશે ફટાફટ

જોકે માચા ટી ને લઈને એક વસ્તુનું ધ્યાન પણ રાખવું જરૂરી છે કે વધારે પ્રમાણમાં તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને નુકસાન પણ કરી શકે છે. દિવસમાં વધુમાં વધુ બે કે ત્રણ વખત માચા ટી પી શકાય છે. જો તેનાથી વધારે માચા ટી પીવામાં આવે તો શરીરમાં આડઅસર થવાની શરૂઆત થઈ જાય છે. માચા ટી ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ ડોક્ટરની સલાહ લીધા વિના પીવી જોઈએ નહીં. 

આ પણ વાંચો: Health Tips: ડાયટમાં એડ કરો આ 4 વસ્તુ, આખો દિવસ બ્લડ શુગર અને ભુખ કંટ્રોલમાં રહેશે

માચા ટીનો સ્વાદ કેવો હોય ?

માચા ટી નો સ્વાદ ઘાસ જેવો હોય છે. ઘણા લોકોને તે મીઠાશવાળી પણ લાગે છે. માચા ટીમાં ખાસ ઉમામી સ્વાદ હોય છે જે ઘણા લોકોને પાલક જેવો કે સમુદ્રી શેવાળ જેવો લાગી શકે છે. માચા ટી વિશે કહેવાય છે કે પહેલીવારમાં તેનો સ્વાદ વિચિત્ર લાગી શકે છે પરંતુ ધીરે ધીરે તમે આ ટેસ્ટને અડોપ્ટ કરી શકો છો.

આ પણ વાંચો: Yoga Asana: મહિલાઓ માટે વરદાન છે આ 5 યોગાસન, રોજ કરવાથી બીમારીથી મળશે છુટકારો

શા માટે વધી રહ્યો છે માચા ટી નો ટ્રેન્ડ ?

માચા ટી નો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે તેનું કારણ છે આ ચા પીવાથી થતા ફાયદા. કહેવામાં આવે છે કે માચા ટી પીવાથી શરીરને ઘણા બધા લાભ થાય છે. જેમકે

વજન ઘટાડવામાં મદદ કરે છે 

માચા ટી વજન ઘટાડવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. કેટલાક સંશોધનો અનુસાર જો માચા ટી સતત 12 અઠવાડિયા સુધી પીવામાં આવે તો બોડી ફેટ ઘટવા લાગે છે. રિસર્ચ અનુસાર માચા ટી ફેટને નાના નાના ભાગમાં તોડવાનું કામ કરે છે. ઓબીસીડી સામે લડવામાં માચા ટી અસરકારક ગણાય છે. 

આ પણ વાંચો: અચાનક બ્લડ પ્રેશર લો થઈ જાય તો આ રીતે આપો પ્રાથમિક સારવાર, આ 3 કામ તો સૌથી પહેલા કરો

ઇમ્યુનિટી બુસ્ટ કરે છે 

માચા ટી વિટામિન સી, ફાઇબર, સેલેનિયમ, ક્રોમિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે તેને પીવાથી ઈમ્યુમ સિસ્ટમ બુસ્ટ થાય છે અને શરીરને એનર્જી મળે છે. 

કોલેસ્ટ્રોલ ઘટાડે છે 

માચા ટી પીવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ પણ નિયંત્રણમાં રહે છે તેવું માનવામાં આવે છે. જેના કારણે હાર્ટ ડીસીઝનું રિસ્ક ઘટી શકે છે. માચા ટીમાં પોલિફિનોલ નામનું એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે બોડીને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. 

આ પણ વાંચો: બંધ નાકથી પરેશાન છો? ફોલો કરો ડોક્ટરે જણાવેલી આ 5 સરળ ટીપ્સ, 5 મિનિટમાં નાક ખુલી જશે

સ્ટ્રેસ ઘટાડે છે 

માચા ટી માં થિયાનિન અને આર્ગિનિન નામના તત્વ હોય છે જેને એન્ટી સ્ટ્રેસ માનવામાં આવે છે. માચા ટીમાં રહેલું આ તત્વ શરીરમાં ડોપામાઈન અને સેરોટોનિન જેવા હોર્મોનને એક્ટિવ કરે છે જેના કારણે વ્યક્તિનો મૂડ સુધરી શકે છે. સ્ટ્રેસની સમસ્યા દૂર કરવા માટે માચા ટી ને પ્રભાવી ગણવામાં આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More