Home> World
Advertisement
Prev
Next

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ વધુ એક અકસ્માત, એરપોર્ટની દીવાલ તોડીને ભાગ્યું બેકાબૂ પ્લેન

અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ વધુ એક અકસ્માત, એરપોર્ટની દીવાલ તોડીને ભાગ્યું બેકાબૂ પ્લેન

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન અકસ્માતને હજુ એક મહિનો પણ વીત્યો નથી કે ત્યાં વધુ એક પ્લેન ક્રેશ થતા થતાં બચ્યું છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરના એરપોર્ટ પર આ અકસ્માતની ઘટના સામે આવી. એવું કહેવાય છે કે લેન્ડિંગ દરમિયાન વિમાન પર પાઈલોટ કાબૂ ખોઈ બેઠા ને તે રનવે પર રોકાવવાની જગ્યાએ દીવાલ તોડીને બહાર નીકળી ક્રેશ થઈ ગયું. જો કે રાહતના સમાચાર એ રહ્યા કે પ્લેન ક્રેશ છતાં તેમાં આગ ન લાગી. પ્લેનને નુકસાન પહોંચ્યું પરંતુ ઈમરજન્સી ટીમોએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને મુસાફરોને બહાર કાઢ્યા. પાંચ મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

fallbacks

રિપોર્ટ્સમાં કહેવાયું છે કે આ સ્કાઈડાઈવિંગ પ્લેન ગુરુવારે સવારે ન્યૂજર્સી એરપોર્ટ પર રનવેની બહાર નીકળી ગયું. તેમાં 15 મુસાફરો સવાર હતા. ગ્લોસ્ટર કાઉન્ટી ઈમરજન્સી મેનેજમેન્ટે કહ્યું કે, મનુરો ટાઉનશિપના ક્રાસ કીઝ એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ બાદ રાહત અને બચાવ કાર્ય ચલાવવામાં આવ્યું. પ્લેન ક્રેશ બાદ બહાર મેદાની વિસ્તારમાં ઝાડ નીચે ફસાઈ ગયું. સ્પીડ ધીરે ધીરે ઓછી થવાના કારણે તેને વધુ નુકસાન પહોંચ્યું નહીં. 

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું કે તેમણે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. પ્લેન ક્રેશવાળી જગ્યાએથી ઘાયલોને સીધા હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તેમની સ્થિતિ હજુ ગંભીર છે. ગત અઠવાડિયે ઓહિયોમાં પણ એક વિમાન દુર્ઘટના ઘટી હતી જેમાં છ મુસાફરો માર્યા ગયા હતા. 

અકસ્મતામાં હજુ કોઈના મોતના સમાચાર નથી. પરંતુ એફએએનું કહેવું છે કે આ પ્લેન સ્કાઈડાઈવિંગ ગતિવિધિ સાથે જોડાયેલું છે. કદાચ મિકેનિકલ ફેલ્યોર, પાઈલોટની ભૂલ કે ખરાબ હવામાનના કારણે કોઈ ચૂક થઈ છે. ક્રોસ કીઝ એરપોર્ટ(Cross Keys Airport) પર પહેલા પણ અનેક વિમાન દુર્ઘટનાઓ થઈ છે. જેમાં 1986ની ઘટના લેન્ડિંગ વખતે ઓછો પ્રકાશ અને 1996ની ઘટના  એન્જિન ફેઈલના કારણે થઈ હતી. 

નોંધનીય છે કે 12 જૂનના રોજ અમદાવાદથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાીટ એઆઈ171 ટેકઓફ બાદ તરત ક્રેશ થયું હતું. તેમાં 242માં ફક્ત એક મુસાફરને બાદ કરતા બાકી તમામ માર્યા ગયા હતા. સવા લાખ લીટર ઓઈલથી ભરેલું વિમાન રનવેના કેટલાક કિલોમીટર બાદ એક બિલ્ડિંગ પર જઈને તૂટ્યું હતું. મોટા ધડાકા સાથે લાગેલી આગમાં 30 અન્ય લોકોના પણ મોત થયા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More