Gujarat Operation Shield: પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં ફરી સાયરન વાગશે અને બ્લેકઆઉટ થશે. કેન્દ્રની મોદી સરકારે પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવાનો નિર્ણય લીધો છે. દર મહિને મોક ડ્રીલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિને 31 મેના રોજ સરહદે આવેલા વિસ્તારોમાં મોક ડ્રીલ હેઠળ લોકોને સતર્ક રહેવાની તાલીમ આપવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ચંદીગઢ અને ગુજરાતમાં શનિવારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે. ભારતને અડીને આવેલા પાકિસ્તાની સરહદની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તાલીમ આપવામાં આવશે. ઓપરેશન શીલ્ડ હેઠળ આયોજિત મોક ડ્રીલમાં બ્લેકઆઉટ થશે અને સાયરન પણ વગાડવામાં આવશે.
29 મેના રોજ યોજાનારી મોક ડ્રીલ રખાઈ હતી સ્થગિત
અગાઉ કેન્દ્ર સરકારે 29 મેના રોજ પાકિસ્તાનની સરહદે આવેલા જિલ્લાઓમાં નાગરિક સુરક્ષા કવાયત અથવા મોક ડ્રીલ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ પછીથી તે મુલતવી રાખવામાં આવી હતી. મોક ડ્રીલ હેઠળ દુશ્મન દેશોના વિમાનો, ડ્રોન, મિસાઇલોથી થતા હવાઈ હુમલાઓથી કેવી રીતે બચવું તે શીખવવામાં આવશે?
દેશભરમાં 7મેના રોજ યોજાઈ હતી મોક ડ્રીલ
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ઓપરેશન સિંદૂરના થોડા કલાકો પહેલા કેન્દ્ર સરકારે 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલ યોજી હતી. તે જ રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા હતા.
મોક ડ્રીલમાં આ એજન્સીઓ થશે સામેલ
ઓપરેશન શીલ્ડ હેઠળ મોક ડ્રીલનો હેતુ સરહદી રાજ્યોમાં કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટેની તૈયારીઓ તપાસવાનો છે. આ મોક ડ્રીલમાં સ્થાનિક પોલીસ, નાગરિક સંરક્ષણ, NDRF, આરોગ્ય વિભાગ અને અન્ય કટોકટી એજન્સીઓ સામેલ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે