Home> India
Advertisement
Prev
Next

લગ્ન પછી જો પત્નીને બીજા કોઈ સાથે અફેર હોય તો છૂટાછેડા પછી ભરણપોષણ નહીં મળેઃ હાઇકોર્ટનો નિર્ણય

Alimony Rights: છત્તીસગઢ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મહિલા લગ્ન પછી બીજા કોઈ સાથે શારીરિક સંબંધ બનાવે છે અને તેના આધારે તેણી છૂટાછેડા લે છે, તો તે મહિલા તેના પતિ પાસેથી ભથ્થું કે ભરણપોષણ માંગી શકતી નથી.

લગ્ન પછી જો પત્નીને બીજા કોઈ સાથે અફેર હોય તો છૂટાછેડા પછી ભરણપોષણ નહીં મળેઃ હાઇકોર્ટનો નિર્ણય

Verdict on Alimony: છત્તીસગઢ હાઈકોર્ટે 9 મે 2025 ના રોજ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે જો કોઈ મહિલા લગ્ન પછી બીજા કોઈ સાથે શારીરિક સંબંધ બાંધે છે અને તેના આધારે તેના છૂટાછેડા થઈ જાય છે, તો તે મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણ માંગી શકતી નથી. તેનો ભરણપોષણનો અધિકાર સમાપ્ત થઈ જશે.

fallbacks

શું છે ઘટના?
એક રિપોર્ટ પ્રમાણે એક પતિએ ફેમેલી કોર્ટમાં તે સાબિત કરી દીધું કે તેની પત્નીનો તેના દિયર (પતિના નાના ભાઈ) સાથે શારીરિક સંબંધ હતા અને આ બધુ તેના ઘરમાં થઈ રહ્યું હતું. જ્યારે પતિએ તેને રંગેહાથ પકડ્યા તો પત્નીએ તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. ત્યારબાદ બંનેના છૂટાછેડા થયા અને હવે પતિ કેસ જીતી ગયો છે.

બંનેના લગ્ન 11 જુલાઈ 2019ના હિંદુ રીતિ-રિવાજથી થયા હતા.
1 માર્ચ 2021ના પત્ની પોતાના પિયરમાં જતી રહી અને ત્યાં રહેવા લાગી.
2 માર્ચ 2021ના પતિએ હિંદુ  લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડાની અરજી કરી.
8 સપ્ટેમ્બર 2023ના પરિવાર કોર્ટમાં અડલ્ટ્રીના આધાર પર પતિએ પત્નીને છૂટાછેડા આપી દીધા.
પછી પત્નીએ હાઈકોર્ટમાં અપીલ કરી અને પોતાના પતિ પાસે ભથ્થાની માંગ કરી અને કહ્યું કે તેનો પતિ તેને પૈસા આપતો નથી.

આ પણ વાંચોઃ આ રાજ્યએ જોયા એવા મુખ્યમંત્રી, જે રાત્રે પહેરતા હતા મહિલાઓના કપડા, ચાર વખત બન્યા CM

પતિના વકીલની દલીલ
રિપોર્ટ પ્રમાણે લગ્નના થોડા મહિના બાદ પત્નીનો વ્યવહાર બદલાય ગયો હતો. તે નાની-નાની વાતો પર ઝગડો કરતી હતી. તેને પતિના નાના ભાઈ સાથે ગેરકાયદેસર સંબંધ હતા અને જ્યારે પતિએ તેને આ વિશે કહ્યું તો તે લડાઈ કરવા લાગી હતી. તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તે પોતાની મરજીથી ઘર છોડી જતી રહી અને તેની પાસે કોઈ મજબૂત કારણ નહોતું. સૌથી મહત્વનું છે કે કોર્ટમાં તે સાબિત થઈ ગયું કે તેના પતિના ભાઈની સાથે સંબંધ હતો અને આ આધાર પર ફેમેલી કોર્ટે છૂટાછેડાનો ચુકાદો આપ્યો હતો.

પત્નીના વકીલની દલીલ
રિપોર્ટ પ્રમાણે અડલ્ટ્રી કરવી અને ક્યારેક ખોટા સંબંધ બનાવવામાં તફાવત છે. પત્નીએ અડલ્ટ્રીમાં રહેતા ભરણપોષણની માંગ કરી હતી તો તેનો ઇનકાર ન કરી શકાય. એક્સ્ટ્રા મેટિરલ અફેરનો આરોપ હતો જે કોર્ટમાં સાબિત થયો, પરંતુ તેનો મતલબ તે નથી કે પત્ની ભરણપોષણ ન માંગી શકે. જ્યારે સાક્ષી પતિના બધા સંબંધીઓ છે તેથી કોર્ટે આ મામલાને ફરી જોવો જોઈએ.

હાઈકોર્ટે ચુકાદામાં શું કહ્યું?
રિપોર્ટ પ્રમાણે કોર્ટે કહ્યું કે CrPC ની કલમ 125(4) કહે છે કે જો કોઈ મહિલા લગ્ન દરમિયાન કોઈ અન્ય સાથે સંબંધ બનાવે છે (અડલ્ટ્રી) તો તે પોતાના પતિ પાસે ભરણપોષણ માગવાની હકદાર નથી. જો તેને છૂટાછેડા પણ તે કારણે મળ્યા, તો આ કાયદો હજુ પણ લાગૂ રહેશે. છૂટાછેડા મળ્યા બાદ તે ભરણપોષણ માગવાની હકડાર ન બની શકે. એટલે જો કોઈ અન્ય સાથે સંબંધ હોવાને કારણે છૂટાછેડા મળ્યા છે તો પછી મહિલા પોતાના પૂર્વ પતિ પાસે ભરણપોષણની માંગ ન કરી શકે.

તેથી કોર્ટે પત્નીની અપીલને નકારી દીધી અને પતિની અપીલને મંજૂર કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More