કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયા પ્રતિ લીટરના વધારો કરી દીધો છે. આ અંગે સેન્ટ્રલ એક્સાઈઝના અંડર સેક્રેટરી ધીરજ શર્માએ નોટિસ પણ ઈશ્યુ કરી દીધી છે. આ ઓર્ડર આજથી એટલે કે 8 એપ્રિલથી લાગૂ થશે. જો કે સરકારનું કહેવું છે કે આ વધારાનો બોજો ગ્રાહકો પર પડશે નહીં.
એક અધિકૃત આદેશ મુજબ સરકારે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 2-2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો. આદેશમાં કહેવાયું છે કે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી 13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર કરી દેવાઈ છે. જો કે આદેશમાં એ નથી કહેવાયું કે તેની રિટેલ કિંમતો પર શું અસર થશે. પરંતુ સરકારનું કહેવું છે કે રિટેલ ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં. આંતરરાષ્ટ્રીય ઓઈલ કિંમતોમાં ઘટાડાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપની સાથે વધેલી એક્સાઈઝ ડ્યૂટીને સમાયોજિત કરાશે.
PSU Oil Marketing Companies have informed that there will be no increase in retail prices of #Petrol and #Diesel, subsequent to the increase effected in Excise Duty Rates today.#MoPNG
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) April 7, 2025
અત્રે જણાવવાનું કે 7 એપ્રિલ સોમવારે શેર બજારમાં જોરદાર ભૂકંપ જોવા મળ્યો હતો. સવારથી જ કડાકાનો માહોલ હતો. સેન્સેક્સમાં શરૂઆતમાં 4000 જેટલો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી પણ જબરદસ્ત તૂટ્યો હતો. જૂનની શરૂઆત બાદથી શેર બજારમાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. આ બધા વચ્ચે પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીના વધારાના સમાચારે લોકોની ચિંતા વધારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે