નવી દિલ્હીઃ ભારતનું અર્થતંત્ર જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતની અર્થવ્યવસ્થા ચાર ટ્રિલિયન ડોલરના આંકને પાર કરી ગઈ છે, જે દેશ માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે. આનાથી દેશને વૈશ્વિક આર્થિક મંચ પર મજબૂતી મળી છે એટલું જ નહીં, પરંતુ તે સામાન્ય માણસને પણ ઘણા ફાયદાઓ પૂરા પાડશે. શું તમે જાણો છો કે ભારતની 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાંથી સામાન્ય માણસને શું મળશે?
ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. કોઈપણ દેશના અર્થતંત્રનો વિકાસ એ એક જટિલ અને બહુપરીમાણીય પ્રક્રિયા છે, જે દેશની આર્થિક, સામાજિક અને તકનીકી પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. આર્થિક વિકાસ ત્યારે થાય છે જ્યારે કોઈ દેશ તેના સંસાધનોનો અસરકારક ઉપયોગ ઉત્પાદન, આવક અને જીવનની ગુણવત્તામાં સતત અને સમાવિષ્ટ સુધારાઓ લાવવા માટે કરે છે.
ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસનો ઈતિહાસ
વર્ષ 20000 સુધી ભારતની જીડીપી 0.47 ટ્રિલિયન ડોલર હતી. ભારતે 2007મા 1 ટ્રિલિયન ડોલરની જીડીપી હાસિલ કરી, જે સ્વતંત્રતા બાદના 6 દાયકામાં પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2014મા 2 ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કર્યો હતો. વર્ષ 2021મા ભારતની અર્થવ્યવસ્થા 3ટ્રિલિયન ડોલરને પાર પહોંચી હતી. ત્યારબાદ હવે માત્ર ચાર વર્ષમાં ભારતની જીડીપી 4 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી છે.
ભારત ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનતા સામાન્ય લોકોને શું લાભ થશે
1. 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે ભારતમાં સર્વિસ ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ હજુ વધશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેક ઇન ઈન્ડિયા જેવા વિનિર્માણ ક્ષેત્રને વધુ મજબૂતી મળશે. જેનાથી નોકરીઓ વધશે અને બેરોજગારીની સમસ્યા ઓછી થશે.
2. ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષથી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પર ભારે ખર્ચ કરી રહી છે. જેમ કે રોડ, એરપોર્ટ, બંદરો અને મેટ્રો લાઇન. 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે આ રોકાણ વધી શકે છે. ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં કનેક્ટિવિટી હજુ સારી બની શકે છે.
3. મોંઘવારી પર લાગશે લગામ? રૂપિયામાં ઘટાડા સાથે સામાન્ય લોકોની ચિંતા વધી છે, પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે મજબૂત અર્થવ્યવસ્થાથી નિકાસ વધશે અને આયાત પર નિર્ભરતા ઓછી થશે. તેનાથી મોંઘવારી પર નિયંત્રણ મેળવી શકાય છે.
4. તેમ માનવામાં આવી રહ્યું છે કે ચાર ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સાથે સરકાર કૌશલ વિકાસ અને શિક્ષણ પર વધુ ખર્ચ કરી શકે છે. તેનાથી યુવાઓને તકનીકી અને વ્યાવસાયિક શિક્ષણની સારી તક મળશે, જેનાથી તેની રોજગાર ક્ષમતા વધશે.
5. સસ્તી સારવાર, સારી ટેકનોલોજી - એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓમાં વધુ સુધારો કરવામાં આવશે. ભારત ટેકનિકલ ક્ષેત્રમાં પણ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. દેશમાં ટેકનિકલ ક્ષેત્રમાં રોજગાર વધવાથી સામાન્ય માણસને વધુ સારા અને સસ્તા ટેકનિકલ ઉત્પાદનો મળી શકે છે. આર્થિક વૃદ્ધિને કારણે કૃષિ ક્ષેત્રમાં રોકાણ પણ વધવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ 100 રૂપિયાના બની ગયા 23 કરોડ! 15 વર્ષમાં મળ્યું 23,00,00,000% રિટર્ન
2025મા વિશ્વની ટોપ 5 અર્થવ્યવસ્થાઓ
1. સંયુક્ત રાજ્ય અમેરિકા દુનિયાાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જેનો જીડીપી 30.507 ટ્રિલિયન ડોલર છે.
2. વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં બીજા સ્થાને ચીન છે, જેની જીડીપી 19.232 ટ્રિલિયન ડોલર છે.
3. જર્મનીની જીડીપી 4.745 ટ્રિલિયન ડોલર છે, જે દુનિયાની ત્રીજી સૌથી મોટી અને યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. વર્ષ 2023મા તેણે જાપાનને પાછળ છોડ્યું હતું.
4. ભારત જાપાનને પાછળ છોડતા વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. જેની જીડીજી 4.187 ટ્રિલિયન ડોલર છે. ભારતને દુનિયામાં સૌથી ઝડપી વિકસતિ મુખ્ય અર્થવ્યવસ્થામાં ગણવામાં આવી રહ્યું છે.
5. વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં જાપાન છે, જેની જીડીપી 4.186 ટ્રિલિયન ડોલર છે. જાપાનની અર્થવ્યવસ્થાને મોટી ઉંમદરની વસ્તી પ્રભાવિત કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે