Home> Spiritual
Advertisement
Prev
Next

Shukrawar Upay: લાલ કિતાબના અચૂક ટોટકા, જે કરે તેના ઘરે દોડતા આવે માં લક્ષ્મી, રાતોરાત આવે અમીરી

Shukrawar ke Upay: લાલ કિતાબમાં જીવનની સમસ્યાઓને દુર કરવાના ટોટકા જણાવેલા છે. આજના સમયમાં દરેક વ્યક્તિ ધન પ્રાપ્ત કરી અમીર બનવા માંગે છે. આ ઈચ્છા પુરી કરતા ઉપાયો પણ લાલ કિતાબમાં છે. આજે તમને આવા જ ચમત્કારી ઉપાય વિશે જણાવીએ. 
 

Shukrawar Upay: લાલ કિતાબના અચૂક ટોટકા, જે કરે તેના ઘરે દોડતા આવે માં લક્ષ્મી, રાતોરાત આવે અમીરી

Shukrawar ke Upay: જીવનની સમસ્યાઓને દૂર કરતાં ટોટકા અને ઉપાયો લાલ કિતાબમાં દર્શાવવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર મંત્રમાં પણ લાલ કિતાબનું ખાસ સ્થાન છે. લાલ કિતાબમાં ગ્રહ દોષ દૂર કરવાથી લઈને નબળા ગ્રહને મજબૂત કરવાના ઉપાયો પર જણાવેલા છે. ગ્રહો મજબૂત હોય તો જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. માન્યતા છે કે લાલ કિતાબના ઉપાયો અસરકારક અને અચૂક હોય છે. લાલ કિતાબમાં જણાવેલી વિધિથી જો શ્રદ્ધાપૂર્વક ઉપાય કરવામાં આવે તો તેનું ફળ મળે છે તેવી પણ માન્યતા છે. 

fallbacks

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 30 મે: મિથુન રાશિના લોકોની આર્થિક બાજુ સારી રહેશે, વેપારીઓને લાભ થશે

આજના સમયમાં મોટાભાગના લોકો આર્થિક સમસ્યાથી પરેશાન હોય છે આ સમસ્યાને દૂર કરવાના ઉપાયો પણ લાલ કિતાબમાં દર્શાવેલા છે. લાલ કિતાબ અનુસાર 3 એવા પાવરફુલ ઉપાય છે જેને કરવાથી ગરીબી અને કરજથી મુક્તિ મળે છે અને જીવનમાં ધન વૈભવ મળી શકે છે. 

આ પણ વાંચો: ઘઉં દળાવવા માટે કયો દિવસ શુભ ? જાણો કારણ કે ઘઉંના લોટનો સમૃદ્ધિ સાથે સીધો સંબંધ છે

લાલ કિતાબના 3 અચૂક ઉપાય 

હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને સમર્પિત ગણવામાં આવ્યો છે. શુક્રવારના દિવસે ભક્તિ ભાવથી માતા લક્ષ્મીની પૂજા કરવી. જો કુંડળીમાં શુક્ર ગ્રહ પર નબળો હોય તો શુક્રવારના ઉપાય કરવાથી તેને સ્થિતિ પ્રબળ થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ લાલ કિતાબમાં દર્શાવેલા શુક્રવારના અચૂક ઉપાયો કયા છે. 

આ પણ વાંચો: ઘરની આ જગ્યાએ રાખેલું મોરપંખ આકર્ષિત કરે છે સમૃદ્ધિ, ખુલી જાય છે ધન આગમનના રસ્તા

શુક્રવારે નિશિતા કાળમાં માતા લક્ષ્મીની ભક્તિ ભાવથી પૂજા કરો. માતા લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવો અને ખીરનો ભોગ ધરાવો. બીજા દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરીને માતાજીને ચઢાવેલું કમળનું ફૂલ લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો. કહેવાય છે કે આ કામ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનની આવક વધે છે. 

આ પણ વાંચો: 500 વર્ષ પછી સર્જાશે મહાસંયોગ, શનિ વક્રી થશે અને ગુરુનો ઉદય, જાણો કઈ રાશિઓને થશે લાભ

શુક્રવારે દેવી લક્ષ્મીના મંત્ર ॐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ॐ મહાલક્ષ્મી નમ: નો 108 વખત છાપ કરવો. મંત્ર બોલવામાં ઉતાવળ કરવી નહીં અને શુદ્ધતા સાથે મંત્રનો ઉચ્ચાર કરવો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 

આ પણ વાંચો: તુલસીના કુંડામાં રાખી દો 1 રુપિયાનો સિક્કો, જેમ તુલસીનો વધશે એમ ઘરમાં રુપિયા વધશે

લાલ કિતાબ અનુસાર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દર શુક્રવારે શ્રી સૂક્ત કે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. તેના માટે એક બાજોટ પર માતા લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરી તેમની કંકુ-ચોખાથી પૂજા કરીને આ પાઠ કરવો જોઈએ. પાઠ કરતા પહેલા માતા લક્ષ્મીને મખાનાની ખીરનો ભોગ ધરાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More