Home> India
Advertisement
Prev
Next

India vs Pak: મોદીની પહેલા બોલે સિક્સર! જવાબી કાર્યવાહી અંતર્ગત 5 નિર્ણયોની પાકિસ્તાન પર શું પડશે અસર...ખાસ જાણો

Pahalgam Attack: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોદી સરકારે જવાબી કાર્યવાહીનો આરંભ શરૂ કરતા જ પાકિસ્તાનના હોશ ઉડ્યા છે. કાલે જે 5 નિર્ણય લેવાયા તેની શું અસર થશે તે ખાસ જાણો. 

India vs Pak: મોદીની પહેલા બોલે સિક્સર! જવાબી કાર્યવાહી અંતર્ગત 5 નિર્ણયોની પાકિસ્તાન પર શું પડશે અસર...ખાસ જાણો

જમ્મુ અને કાશ્મીરના પહલગામમા થયેલા આતંકી હુમલા બાદ ભારતે વિઝાથી માંડીને પાણી રોકવાની જાહેરાત કરી પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યો છે. ભારતની 5 નિર્ણાયક કાર્યવાહીથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે સાંજે સુરક્ષા મામલાની કેબિનેટ બેઠક બાદ પાંચ મોટા નિર્ણયો લેવાયા જે આર્થિક-કૂટનીતિક મોરચે પાકિસ્તાનને મોટો આઘાત પહોંચાડી શકે છે. અત્રે જણાવવાનું કે જમ્મુ કાશ્મીરની બેસરન ઘાટીમાં મંગળવારે થયેલા આતંકી હુમલામાં 28 લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી. ત્યારબાદ દેશમાં ભારે આક્રોશ છે. જનતા સરકાર પાસે પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગણી કરી રહી છે. 

fallbacks

મોદી સરકારે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને રોકવા, વાઘા-અટારી બોર્ડર બંધ કરવા, પાકિસ્તાની દૂતાવાસના ટોચના અધિકારીઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું છે. પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા પણ ન આપવાનો નિર્ણય લેવાયો છે અને આવામાં આ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ અપાયો છે. નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં તૈનાત સૈન્ય સલાહકારોને સાત દિવસમાં ભારત છોડવાનો હુકમ અપાયો છે. મોદી સરકારે ઈસ્લામાબાદ સ્થિત પોતાના દૂતાવાસથી ટોચના અધિકારીઓને પાછા બોલાવવાનો આદેશ આપ્યો છે. ભારતની આ કાર્યવાહીના શું પડઘા પડી શકે છે તે પણ જાણો. 

સિંધુ જળ સંધિ પર રોક
સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીના ભાગલા અંગે 19 સપ્ટેમ્બર 1960ની સમજૂતિ તરીકે ઓળખાય છે. જે હેઠળ છ નદીઓના પાણીની વહેચણી કરાઈ છે. 65 વર્ષ જૂના આ કરાર હેઠળ રાવી, બિયાસ અને સતલજ નદીના પાણીનો ભરપૂર ઉપયોગ કરવાનો હક ભારતને અપાયો અને સિંધુ, જેલમ અને ચિનાબ નદીના પાણીનો ઉપયોગ કરવાનો હક પાકિસ્તાનને મળ્યો. બંને દેશો વચ્ચે આ મહત્વની સંધિ છે. ભારતમાંથી થઈને પસાર થતી આ નદીઓના પાણીને રોકીને પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી શકાય છે. પાકિસ્તાન ખાસ કરીને તેના પંજાબ પ્રાંતમાં કૃષિ સિંધુ, ચિનાબ અને જેલમ નદીઓના પાણી પર ટકેલી છે. આ સાથે જ વીજળી ઉત્પાદન માટે પણ પાકિસ્તાન આ નદીઓના પાણીનો ઉપયોગ કરે છે. ભારતના આ પગલાંથી પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થઈ જશે. 

અટારી પોસ્ટ બંધ કરવાની અસર
બંને દેશો વચ્ચે સરહદ પર બેરોકટોક વેપારી ગતિવિધિઓ તો પહેલેથી જ બંધ છે. પરંતુ પાકિસ્તાનને અનેક મહત્વપૂર્ણ સામાન હજુ પણ વાઘા બોર્ડર અટારી ચેકપોસ્ટથી પસાર થાય છે. તેને બંધ કરવાથી પાકિસ્તાનને મોટી આર્થિક ફટકો પડશે. અનાજ, દાળ વગેરે માટે તરસતા પાકિસ્તાન પર આ ઊંડો પ્રહાર હશે. પાકિસ્તાનમાં લોટ, દાળ, અન્ય ખાદ્ય સામગ્રીઓના ભાવ આકાશે આંબી રહ્યા છે. ત્યારે ભારતથી જરૂરી સામાનની આપૂર્તિ તેના માટે મલમનું કામ કરે છે. પરંતુ હવે એ નહીં થાય. 

વિઝા સેવા પર રોક
ભારતે પાકિસ્તાની નાગરિકોને વિઝા ઉપર પણ રોક  લગાવી દીધી છે. આમ કરીને મોદી સરકારે મોટો કૂટનીતિક સંદેશ પાકિસ્તાન અને તેમના હમદર્દ દેશોને આપ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે સંબંધ સામાન્ય થશે નહીં. ભારત પર હુમલો અને પાકિસ્તાનના નાગરિકોને સુવિધાનો ખેલ હવે નહીં ચાલે. પાકિસ્તાની નાગરિકો સાર્ક વિઝાનો લાભ ઉઠાવતા રહ્યા છે જેના હેઠળ તેઓ સાર્ક જૂથ હેઠળ આવનારા દેશોમાં આરામથી અવરજવર કરી શકે છે. 

દૂતાવાસના ઓફિસરોની સંખ્યામાં ઘટાડો
ભારતે નવી દિલ્હી ખાતેના પાકિસ્તાની દૂતાવાસના સૈન્ય સલાહકારોને એક અઠવાડિયામાં દેશ છોડવાનું કહ્યું છે. પાકિસ્તાની દૂતાવાસમાં તૈનાત આવા ઓફિસરોની ભૂમિકા પહેલેથી શંકાસ્પદ રહી છે. દૂતાવાસના અનેક ઓફિસરો પહેલા જાસૂસી અને અન્ય પ્રકારની ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા જણાયા છે. પાકિસ્તાની દૂતાવાસમાં સ્ટાફ ઘટાડવાથી આવા સંદિગ્ધોની વાપસી થશે. કૂટનીતિક મોરચે પાકિસ્તાનને મોટો ફટકો પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More