Mount Abu Rename: ગુજરાતીઓના સૌથી પ્રિય અને રાજસ્થાનનું જાણીતું પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. કેમ કે રાજસ્થાનની વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે. અહીંયા તેની સાથે માંસ અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવાની અપીલ કરવામાં આવી છે. આ માગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે શું સરકાર માઉન્ટ આબુનું નામ બદલશે? શું સરકાર દારૂ પર પ્રતિબંધ મૂકશે?
માઉન્ટ આબુની મોજ પર કંટ્રોલ!
અહીં વાત રાજસ્થાનના જાણીતા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુની થઈ રહી છે. હાલમાં રાજસ્થાનના રાજ્ય કક્ષા મંત્રી ઓટારામ દેવાસીએ એવી માગણી કરી છે. જેનાથી અનેક ગુજરાતીઓને મોટો ઝટકો લાગ્યો છે. માઉન્ટ આબુને રાજસ્થાનનું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીંયા તમને શિયાળામાં સ્વર્ગનો અહેસાસ થાય છે. ચોમાસાની સિઝનમાં ત્યાંની વનરાજી પૂરબહારમાં ખીલે છે. ગુજરાતીઓ માટે તે એવરગ્રીન પસંદગીનું સ્થળ છે.
ભૂતિયા મતદારોને નાબૂદ કરવા સરકારનો નિર્ણય, ચૂંટણી કાર્ડને કરવું પડશે આધાર સાથે લીંક
નામ બદલવા માંગ કરાઈ
રાજસ્થાનના રાજ્ય કક્ષા મંત્રી ઓટારામ દેવાસીએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખીને માગણી કરી છે કે, આબુ રાજ એક પવિત્ર સ્થળ છે અને 33 કરોડ દેવી-દેવતાઓનું ઘર છે. તેથી તેને ફરીથી તેના પ્રાચીન નામથી ઓળખવું જોઈએ. અહીંયા માંસ અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. કેમ કે અહીંયા ગુરુ શિખર, દેલવારા જૈન મંદિર, અર્બુદા માતા મંદિર, ભગવાન દત્તાત્રેય મંદિર સહિત ઘણા ધાર્મિક સ્થળો અહીં આવેલા છે. આવી સ્થિતિમાં આ સ્થળને પવિત્ર તીર્થસ્થાન જાહેર કરવું જોઈએ.
હજારો ગુજરાતીઓને માઠા સમાચાર મળશે!
ઓટારામ દેવાસીની માગણી સ્વીકારી લેવામાં આવશે તો વારંવાર માઉન્ટ આબુ જતાં ગુજરાતીઓને ભારે દુખ લાગશે તે નક્કી છે. કેમ કે માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવતું હોવાથી અહીંયા દારૂબંધી નથી. જેના કારણે વારે-તહેવારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં અહીંયા લોકો દારૂનું સેવન કરવા આવતાં હોય છે.
શુક્રનું માર્ગી થવું અને ગોચરથી ડબલ ફાયદો, આ 3 રાશિઓ પર થશે અપાર ધનવર્ષા!
પાર્ટી કરવા માટેના પ્રિય સ્થળ પર પ્રતિબંધ!
હવે તમારા મનમાં એમ સવાલ થતો હશે કે, માઉન્ટ આબુમાં તો ઘણા સમયથી દારૂબંધી નથી. તો પછી ઓટારામ દેવાસીએ આવી માગણી કેમ કરવી પડી? તો તેની પાછળનું કારણ પણ સમજી લો. હાલમાં માઉન્ટ આબુમાં માંસની દુકાનોમાં માંસનું વેચાણ અને ખુલ્લેઆમ દારૂ પીવાય છે. જેના કારણે અહીંના શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાય છે. આવી સ્થિતિમાં ખુલ્લામાં માંસ વેચવા અને દારૂ પીવા પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
200000000000 રૂપિયાની નેટવર્થ... કોણ છે દુનિયાના સૌથી મોટા ઘરની ખુબસુરત માલકિન
ગુજરાતીઓને 440 વોટનો ઝટકો
હાલ તો આ સમાચાર સાંભળીને જ ગુજરાતીઓને 440 વોટનો ઝટકો લાગ્યો છે. ત્યારે જો રાજસ્થાન સરકાર માગણી પર અમલ કરશે તો ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુ કાયમ નહીં રહે તે નક્કી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે