Operation Sindoor: પહેલગામમાં 22 એપ્રિલે થયેલા કાયર આતંકવાદી હુમલાનો ભારતે બદલો લઈ લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરી હતી. ભારતીય સશસ્ત્ર દળોએ પાડોશી દેશમાં 9 આતંકવાદી ઠેકાણાઓને તબાહ કર્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં "પાકિસ્તાની લોહીના એક-એક ટીપા"નો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. જો કે, આ સમય દરમિયાન પીએમ શાહબાઝ અવિશ્વાસુ અને નબળા દેખાતા હતા. આ માટે તેમના દેશમાં તેમની ભારે ટીકા થઈ રહી છે.
પાકિસ્તાનના પીએમએ ગઈકાલે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ભારતના આજના હુમલાની કિંમત ચૂકવવી પડશે.' 26 નાગરિકો માર્યા ગયા છે, જેમાં બાળકો પણ સામેલ છે. અમે પાકિસ્તાની લોહીના એક-એક ટીપાનો બદલો લઈશું.'
આ ડ્રોનથી ભારતે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ કરી તબાહ,જાણો શું છે તેની ખાસિયત-તાકાત
જો કે, પાકિસ્તાની લોકો તેમના ભાષણથી બહુ ખુશ નહોતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમના ભાષણની મજાક ઉડાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'પીએમ શાહબાઝ આત્મવિશ્વાસથી નબળા દેખાઈ રહ્યા છે, આ સારું નથી દેખાઈ રહ્યું. બસ કહી રહ્યો છું.' જ્યારે અન્ય એક પાકિસ્તાની એક્સ યુઝરે પોસ્ટ કરી કે, 'શાહબાઝ કાકા કૃપા કરીને 2 ગણી ઝડપે બોલવાનું શરૂ કરો અને આપણે દરેક બાબતે ભાષણો સાંભળવાની જરૂર નથી.'
એક યુઝરે કહ્યું કે, 'જેટલી શહબાઝ શરીફની બોલવાની સ્પીડ છે તે હિસાબથી તો યુદ્ધ ખતમ થઈ જશે અને તેમનું ભાષણ ખતમ નહીં થાય.' જ્યારે એક પાકિસ્તાની નાગરિકે પીએમ શાહબાઝને તો કાયર સુધી કહી દીધા.
ઓપરેશન સિંદૂરના 24 કલાકમાં PAKના હથિયારો ખતમ? ઈરાન પાસે માંગ્યા શાહિદ-126 ડ્રોન
PM Shahbaz is looking under confidence and weak its not a good look. Just saying
— NOMAN SHAH (@nomanshaah) May 7, 2025
'શાહબાઝ શરીફ ખૂબ જ કાયર છે'
યુઝરે લખ્યું કે, 'શાહબાઝ શરીફ ખૂબ જ કાયર છે.' ભારતીય હુમલા પર રાષ્ટ્રને સંબોધન કરતી વખતે તેમણે એક પણ વાર એવું કહ્યું નહીં કે, ભારતે તેના કાર્યોની કિંમત ચૂકવવી પડશે. અદ્ભુત. હું ખૂબ જ નિરાશ છું. આ જ કારણ છે કે રાષ્ટ્ર સાચા નેતાઓ પર બને છે, લાદવામાં આવેલા નેતાઓ પર નહીં. એક યુઝરે તેમના સંબોધનનો વીડિયો શેર કરતા કહ્યું કે, 'એટલા માટે શાહબાઝ શરીફના ભાષણથી સ્પષ્ટ થાય છે કે બદલો લેવાની કોઈ યોજના નથી.'
ملک کی سلامتی گئی تیل لینے ۔۔ مجھے "اپنے باس " کی تعریف کرنی ہے ۔۔ یہ جنگ کے وقت کی تقریر ہے ہمارے وزیر اعظم کی ۔ 🫢
So it is clear from Shahbaz Shareef cliched speech that there is no plan to retaliate . #IndiaPakistanTensions #FreeImranKhan pic.twitter.com/zDAPyPkkcH— HAY (@yasiralihamza) May 7, 2025
ગોળીઓ જ નહીં, તિજોરી પણ ખાલી કરી શકે છે યુદ્ધ! ભારત-પાકિસ્તાને થઈ શકે આટલું નુકસાન
સેંકડો આતંકવાદીઓના મોત
પહેલગામ હુમલાનો બદલો લેવા ભારતે 7 મેના રોજ નિયંત્રણ રેખા પાર કર્યા વિના પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો. આ એર સ્ટ્રાઈકમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા અને અન્ય ઘાયલ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે