Home> Jobs
Advertisement
Prev
Next

Government Jobs : માર્ચમાં આવી મોટી સરકારી ભરતી...આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

Government Jobs : જો તમે સરકારી નોકરી મેળવવા માગો છો, તો આ સમાચાર તમારા માટે છે. દેશમાં વિવિધ સરકારી જગ્યાઓ પર ભરતી ચાલી રહી છે, તો આ ભરતી માટે અરજી કેવી રીતે કરવી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, તેના વિશે આ લેખમાં અમે તમને જણાવીશું. 

Government Jobs : માર્ચમાં આવી મોટી સરકારી ભરતી...આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

Government Jobs : માર્ચ મહિનો શરૂ થયો છે અને આ સાથે જ કેટલીક સરકારી નોકરીઓની ભરતી પણ શરૂ થઈ છે. જો તમે પણ સરકારી નોકરી મેળવવા માગો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. અમે આ લેખમાં કેટલીક સરકારી નોકરીઓની વિગતો જણાવીશું, જેમાં તમે ક્યારે અરજી કરી શકશો કેટલી જગ્યાઓ છે, અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે તેના વિશે જણાવીશું.

fallbacks

1.ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC)એ સંયુક્ત રાજ્ય/સુપિરિયર સબઓર્ડિનેટ સર્વિસ એક્ઝામિનેશન (PCS), મદદનીશ વન સંરક્ષક (ACF), પ્રાદેશિક વન અધિકારી સેવા પરીક્ષા (RFO) ની ખાલી જગ્યાઓ માટે અરજીઓ શરૂ કરી છે. આ ભરતી કુલ 220 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2025 છે. તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને વધુ માહિતી મેળવી શકો છો.

ફટાફટ જોઈએ કેનેડાના PR? સરકાર લાવી નવો પ્રોગ્રામ, આ લોકોને મળશે ફાયદો

2. CISFમાં 10 પાસ માટે કોન્સ્ટેબલ ડ્રાઈવરની સરકારી ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 માર્ચ 2025 છે. કુલ 1100 થી વધુ જગ્યાઓ માટે ભરતી છે. જેમાં 846 જગ્યાઓ કોન્સ્ટેબલ ડ્રાઈવર માટે છે અને અન્ય પોસ્ટ કોન્સ્ટેબલ ડ્રાઈવર પંપ ઓપરેટર માટે છે. તમે અધિકૃત વેબસાઇટ cisfrectt.cisf.gov.in પર સંપૂર્ણ વિગતો ચકાસી શકો છો.

3. બેંક ઓફ બરોડામાં નોકરીની તક છે. એપ્રેન્ટિસશીપ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે અહીં ભરતી ચાલી રહી છે. બેંકે 4000 પોસ્ટ પર એપ્રેન્ટિસની સીધી ભરતી માટે નોંધણી શરૂ કરી છે. સ્નાતક ઉમેદવારો આ ખાલી જગ્યા માટે 11 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે.

પગાર નક્કી કરતું ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહેશે કે વધશે? સરકારી કર્મચારીઓ ખાસ જાણો

4. પોસ્ટલ વિભાગમાં પણ ગ્રામીણ ડાક સેવક માટે મોટી ભરતી ચાલુ છે. કુલ 21,413 જગ્યાઓ માટે ભરતી છે. 10મું પાસ ઉમેદવારો ઇન્ડિયા પોસ્ટ વેબસાઇટ indiapostgdsonline.gov.in પર ફોર્મ ભરી શકે છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે.

5. NCC લોકો પાસે ભારતીય સેનામાં સીધા લેફ્ટનન્ટ બનવાની મોટી તક છે. આ ભરતી માટે અરજીઓ શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો આ માટે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર અરજી કરી શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2025 છે.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ઈરફાન પઠાણને BCCI કેટલું આપે છે પેન્શન ?

6. જો તમે કોલેજમાં ભણાવવા માંગતા હો, એટલે કે, તમે આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી શોધી રહ્યા છો. તો તમારા માટે મધ્ય પ્રદેશમાં જગ્યા ખાલી છે. મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (MPPSC) એ મદદનીશ પ્રોફેસરની 2117 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન, NET/SLET/SET પાસ થયેલા ઉમેદવારો 26 માર્ચ 2025 પહેલાં નોંધણી કરાવી શકે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More