ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ રાઉન્ડ મેચમાં ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડી અને ટુર્નામેન્ટની એવી ટીમ બની જે લીગ મેચોમાં એક પણ મેચ હારી નથી. આ મેચમાં ભારતીય બોલરોનો દમ જોવા મળ્યો. જો કે આ મેચ પહેલા જ ભારત સેમી ફાઈનલ માટે ક્વોલિફાય કરી ચૂક્યું હતું. આમ છતાં જીતવા માટે ખેલાડીઓએ પૂરેપૂરી તાકાત લગાવી દીધી. ભારતીય સ્ટાર ખેલાડી વિરાટ કોહલી મેદાન પર અક્ષર પટેલના પગે પડતો જોવા મળ્યો. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
અક્ષર પટેલની જોરદાર બોલિંગ
આ ઘટના 41મી ઓવરની છે. આ ઓવર અક્ષર પટેલ નાખી રહ્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર ન્યૂઝીલેન્ડનો ઘાતક ખેલાડી કેન વિલિયમસન મોટો શોટ રમવાની લ્હાયમાં સ્ટમ્પ આઉટ થઈ ગયો. આ વિકેટ બાદ અક્ષર પટેલ ટીમના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે વિરાટ કોહલી આવ્યો અને તેના પગે પડવા લાગ્યો હતો. કોહલીને આમ કરતો જોઈને અક્ષર પટેલ હસી પડ્યો. બંને ખેલાડ઼ીઓ એક બીજાને પકડીને જમીન પર બેસી ગયા. બંને ખુબ હસી રહ્યા હતા. કોહલી અક્ષર પટેલની કાબેલિયતના વખાણ કરી રહ્યો હતો. જો કે આ માટે તેણે અનોખો ઉપાય ગોતી કાઢ્યો.
Virat Kohli touching Axar Patel feet after he got kane Williamson out...#ViratKohli𓃵 #INDvsNZ #INDvsAUS #VarunChakaravarthy Rohit Sharma Travis Head #Anora #Oscars #ViratKohli pic.twitter.com/BmVGQaZ3kO
— Shivam Pal (@ShivamPal116715) March 3, 2025
ભારત માટે તે સમયે કેન વિલિયમસનની વિકેટ ખુબ જ મહત્વની હતી. તે જો મેદાન પર હોત તો ભારત માટે જીત સરળ નહોત. વિલિયમસન એક છેડો સંભાળીને બેટિંગ કરતો હતો. તેણે 120 બોલમાં 81 રન કર્યા અને અક્ષર પટેલની ઓવરમાં આઉટ થયો હતો. તેણે આ ઈનિંગમાં સાત ચોગ્ગા પણ માર્યા હતા. તેના આઉટ થયા બાદ 5 ઓવરની અંદર જ ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
વરુણ ચક્રવતીએ કીવી ખેલાડીઓ પર રીતસરનો કહેર વર્તાવ્યો હતો. ચક્રવર્તીએ પંજો ખોલતા કીવી ટીમની હાલત ખરાબ થઈ ગઈ હતી. ચક્રવર્તીએ હુકમનો એક્કો સાબિત થતા 5 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે