Home> Relationship
Advertisement
Prev
Next

લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ

લગ્ન પહેલા તમારી લવ લાઇફ ભલે ગમે એટલી હસીન કેમ ન રહી હોય, પરંતુ એકવાર તમે મેરિડ લાઇફમાં આવો તો જીવન બદલાઈ જાય છે, જેને કારણે પહેલા જેવો પ્રેમ કરવો મુશ્કેલ બની જાય છે.
 

  લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ

Love Marriage: જ્યારે તમે કોઈને દિલથી પ્રેમ કરો છો તો તે પ્રયાસ રહે છે કે તે વ્યક્તિ તમારૂ જીવનસાથી બની જાય. પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે લગ્ન કરવા કોઈ હસીન સપનું સાકાર થવા જેવું હોય છે. શરૂઆતમાં લવ મેરેજ ખુબ સુંદર જોવા મળે છે, પરંતુ એક સમય બાદ બંનેના એટીટ્યુટમાં ફેરફાર થાય છે, જે ખુબ નેચરલ છે. પરંતુ કોઈ એક પાર્ટનરને લાગી શકે છે કે તું હવે લગ્ન પહેલા જેવો પ્રેમ કરતો નથી. આવો જાણીએ પતિ કે પત્ની માટે લગ્ન પહેલા જેવો પ્રેમ કરવો કેમ મુશ્કેલ બની જાય છે.

fallbacks

1. જવાબદારીઓનો બોજ
લગ્ન પછી, જીવનસાથીઓ પર પૈસા કમાવવા અને ઘરની જવાબદારીઓનું ધ્યાન રાખવાનું દબાણ વધી જાય છે, જે સામાન્ય રીતે લગ્ન પહેલાં ઓછું અથવા અસ્તિત્વમાં નથી. હવે જીવનને કોઈ આકસ્મિક રીતે લઈ શકે નહીં, કારણ કે હવે આખી જિંદગી સાથે રહેવાનું વચન આપવામાં આવ્યું છે, જે એટલું સરળ નથી. આ જવાબદારીઓના બોજ હેઠળ, પ્રેમ ઘણીવાર પાછળ રહી જવા લાગે છે.

2. સમયનો અભાવ
જવાબદારીઓના બોજને કારણે તમે એકબીજાને સમય ઓછો આપો છે, એટલે ક્વોલિટી ટાઇમ ઓછો પસાર થાય છે. તમે પ્રેમની હસીન ષક્ષણને વધુ તક એટલા માટે નથી આપતા કારણ કે સમય તેની મંજૂરી આપતો નથી.

આ પણ વાંચોઃ ફીમેલ વાયગ્રાઃ યૌન ઈચ્છાઓની કમી દૂર કરનારી આ દવા કઈ રીતે કરે છે કામ? જાણો તેના ફાયદા

3. ઉચ્ચ અપેક્ષાઓ
લગ્ન પહેલા, બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને ઘણા પ્રકારના સપનાઓ બતાવવામાં આવે છે, જેના કારણે પ્રેમીઓ તેમના ભાવિ લગ્ન જીવન વિશે ઘણી અપેક્ષાઓ રાખે છે, જો તે અપેક્ષાઓ પૂરી ન થાય તો તેઓ પ્રેમમાં વિશ્વાસ ગુમાવવા લાગે છે.

4. નકારાત્મક પાસા સામે આવવા
લગ્ન પહેલા જ્યારે પ્રેમી અને પ્રેમિકા દરરોજ કે સપ્તાહમાં કેટલીક કલાકો માટે મળે છે ત્યારે તમારો પોઝિટિવ પાર્ટ સામે આવે છે. એટલે કે તમે સારી રીતે તૈયાર થઈ ડેટ પર જાવ છો, સારૂ વર્તન કરો છો. પરંતુ લગ્ન બાદ હકીકત સામે આવે છે, કારણ કે તમે 24 કલાક એક્ટિંગ ન કરી શકો. તમારી સકારાત્મકતા સાથે નકારાત્મકાનો સ્વીકાર કરવો સરળ રહેતો નથી.

5. પરિવારની અપેક્ષાઓ
લગ્ન બાદ તમે માત્ર તમારા લવરના થઈને રહેતા નથી, કારણ કે પરિવારને પણ તમારી પાસે ઘણી અપેક્ષા હોય છે. પરિવારના દબાણને કારણે પતિ કે પતિ પોતાની જૂની લવ લાઇફ જીવી શકતા નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More