Abdul Ismail passes away : IPL પ્લેઓફ વચ્ચે ક્રિકેટ જગત માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. 'સ્વિંગના સુલતાન' ગણાતા દિગ્ગજ ક્રિકેટર અબ્દુલ ઇસ્માઇલનું નિધન થયું છે. અબ્દુલ ઇસ્માઇલનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. સ્વિંગના આ સુલતાને 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
વિશ્વ ક્રિકેટને લાગ્યો મોટો આઘાત
ઘરેલું ક્રિકેટના દિગ્ગજ અબ્દુલ ઇસ્માઇલે મુંબઈ (તે સમયે બોમ્બે) માટે પોતાના પ્રદર્શનને કારણે 'સ્વિંગના સુલતાન'નું બિરુદ મેળવ્યું હતું. અબ્દુલ ઇસ્માઇલના મૃત્યુથી ક્રિકેટ જગતમાં શોક ફેલાયો છે. 1970ના દાયકામાં અબ્દુલ ઇસ્માઇલ મુંબઈના પેસ પેકના નેતા હતા. અબ્દુલ ઇસ્માઇલે 75 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 18.08ની સરેરાશથી 244 વિકેટ લીધી. અબ્દુલ ઇસ્માઇલે 5 લિસ્ટ-એ મેચોમાં 5 વિકેટ લીધી. સ્વિંગ પર અબ્દુલ ઇસ્માઇલની પકડ, અથાક શિસ્ત અને અદમ્ય ભાવનાએ તેમને ક્રિકેટની રમતમાં મુંબઈના સુવર્ણ યુગનો આધારસ્તંભ બનાવ્યો.
Abdul Ismail, outstanding swing bowler in domestic cricket in the 1970s and major contributor in several Ranji Trophy titles won by Mumbai, passes away. Gentleman cricketer and genial man off the field. RIP
— Cricketwallah (@cricketwallah) May 30, 2025
કમનસીબે ભારત માટે રમી શક્યા નહીં
અબ્દુલ ઇસ્માઇલ એ અગ્રણી ક્રિકેટરોમાંના એક હતા જે કમનસીબે ભારત માટે રમવાનું ચૂકી ગયા. કરસન ઘાવરી, એકનાથ સોલકર, પદ્મકર શિવાલકર અને અબ્દુલ ઇસ્માઇલની હાજરીથી મુંબઈનું બોલિંગ યુનિટ ખૂબ જ ખતરનાક હતું. જાન્યુઆરી 2025માં વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા અબ્દુલ ઇસ્માઇલનું સન્માન કરવામાં આવ્યું હતું.
મુંબઈના પાંચ રણજી ટાઇટલના હીરો
ઇસ્માઇલ પશ્ચિમ ઝોન માટે ઘણી દુલીપ ટ્રોફી જીતનો ભાગ હોવા ઉપરાંત મુંબઈના પાંચ રણજી ટાઇટલના મુખ્ય શિલ્પી હતા. અબ્દુલ ઇસ્માઇલે તેમની પહેલી અને છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ઇરાની કપમાં રમી હતી. ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી અબ્દુલ ઇસ્માઇલ કોચિંગમાં જોડાયા અને રણજી ટ્રોફીમાં મુંબઈ માટે પસંદગીકાર તરીકે પણ સેવા આપી. અબ્દુલ ઇસ્માઇલના પિતા ટેક્સી ડ્રાઇવર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે