IPL 2025 : ગુજરાતની આગામી મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે છે, ત્યારે આ મેચ પહેલાં ટીમને સારા સમાચાર મળ્યા છે. અત્યાર સુધી સિઝનમાં ગુજરાતની બેટિંગ મજબૂત દેખાઈ છે, પરંતુ બોલિંગ નબળી દેખાઈ રહી છે. જોકે, હવે ટીમને ઘાતક બોલર કાગીસો રબાડા તરફથી સારા સમાચાર મળ્યા છે.
રબાડા પરથી પ્રતિબંધ હટાવાયો
આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા T20 લીગ દરમિયાન ડ્રગના ઉપયોગ બદલ રબાડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે હવે હટાવી લેવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર ડ્રગ ફ્રી સ્પોર્ટ્સ (SAIDS) દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જાન્યુઆરીમાં MI કેપ ટાઉન અને ડર્બન સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ પછી રબાડા ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. તેણે આઈપીએલમાં ફક્ત બે મેચ રમી હતી, પરંતુ હવે તેનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે અને તે વાપસી કરવા માટે તૈયાર છે. SAIDSના મતે, તે તરત જ પોતાની રમત રમી શકે છે.
IPL 2025 : 28 બોલમાં સદી ફટકારનાર આ ગુજરાતી બેટ્સમેનની CSKની ટીમમાં અચાનક એન્ટ્રી
રબાડાએ માફી માંગી
મીડિયા અહેવાલ મુજબ, રબાડાએ આ માટે માફી માંગી છે. રબાડાએ કહ્યું, 'જેમને મેં નિરાશ કર્યા છે તે બધાની હું દિલથી માફી માંગુ છું.' હું ક્રિકેટ રમવાના અધિકારને ક્યારેય હળવાશથી નહીં લઉં. આ વિશેષાધિકાર મારા કરતાં ઘણો મોટો છે. આ મારી અંગત આકાંક્ષાઓથી પર છે.
મુંબઈ સામે વાપસી થઈ શકે છે
ગુજરાતની ટીમ 6 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે. આ મેચમાં રબાડા પરત ફરી શકે છે, જે બોલિંગ યુનિટને મજબૂત બનાવશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલને લઈને દક્ષિણ આફ્રિકાની ટીમને પણ રાહત મળી છે. જૂનમાં રમાનારી ફાઇનલમાં રબાડા ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે