Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ જબરદસ્ત કમાણી કરે છે ઈરફાન પઠાણ, BCCI તરફથી મળે છે આટલું પેન્શન

Irfan Pathan : ક્રિકેટર નિવૃત્તિ થાય એટલે BCCI તરફથી પેન્શન આપવામાં આવે છે. BCCIના નિયમો અનુસાર, જો કોઈ ક્રિકેટર ભારત માટે પાંચ કે તેથી વધુ ટેસ્ટ મેચ રમે છે, તો તેને ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી દર મહિને પેન્શન મળે છે. ઈરફાન પઠાણે ભારત માટે 29 ટેસ્ટ મેચમાં 100 વિકેટ, 120 ODI મેચોમાં 173 વિકેટ અને 24 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 28 વિકેટ ઝડપી છે.

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ જબરદસ્ત કમાણી કરે છે ઈરફાન પઠાણ, BCCI તરફથી મળે છે આટલું પેન્શન

Irfan Pathan : ઈરફાન પઠાણે વર્ષ 2004માં ભારત માટે પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી. ઈરફાન પઠાણ શાનદાર સ્વિંગ બોલિંગ કરતો હતો, જેના કારણે તેને રમવો ઘણો મુશ્કેલ હતો. ઈરફાન પઠાણ ભારતનો એકમાત્ર એવો બોલર છે જેણે પહેલી જ ઓવરમાં જ હેટ્રિક લેવાની સિદ્ધિ મેળવી છે. ઈરફાન પઠાણે ભારતીય ટીમ માટે 29 ટેસ્ટ મેચ, 120 ODI મેચ અને 24 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ઈરફાન પઠાણ 2007ના T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમમાં પણ હતો. 

fallbacks

ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે મહોમ્મદ શમી! આ ખતરનાક ખેલાડીની થશે એન્ટ્રી

ઈરફાન પઠાણને આટલું મળે છે પેન્શન 

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ઈરફાન પઠાણને BCCI તરફથી સારું પેન્શન મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરફાન પઠાણને BCCI તરફથી દર મહિને 60 હજાર રૂપિયાનું પેન્શન મળે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નિયમો અનુસાર, જો કોઈ ક્રિકેટર ભારત માટે પાંચ કે તેથી વધુ ટેસ્ટ મેચ રમે છે, તો તેને ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી દર મહિને પેન્શન મળે છે. ઈરફાન પઠાણે ભારત માટે 29 ટેસ્ટ મેચમાં 100 વિકેટ, 120 ODI મેચોમાં 173 વિકેટ અને 24 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 28 વિકેટ ઝડપી છે.

England captain : બટલરે છોડી કેપ્ટનશીપ...હવે કોણ સંભાળશે ઈંગ્લેન્ડની કમાન ?

કરોડોની પ્રોપર્ટીનો માલિક છે ઈરફાન 

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઈરફાન પઠાણની કુલ સંપત્તિ 60 કરોડ રૂપિયાની આસપાસ છે. ઈરફાન પઠાણનું વડોદરામાં એક આલીશાન ઘર છે, જેની કિંમત 6 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઈરફાન પઠાણ પાસે મર્સિડીઝ બેન્ઝ, મહિન્દ્રા સ્કોર્પિયો અને ટોયોટા ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ કાર છે. ઈરફાન પઠાણ કોમેન્ટ્રીમાંથી પણ સારી એવી કમાણી કરે છે.

Champions Trophy : અફઘાનિસ્તાને જેને હરાવ્યું એ જ ટીમ અપાવી શકે છે સેમિફાઇનલની ટિકિટ

ઈરફાન પઠાણની પત્ની છે ખૂબ જ સુંદર

ઈરફાન પઠાણની પત્ની સફા બેગ ખૂબ જ સુંદર છે. સફા બેગ અને ઈરફાનની મુલાકાત વિશે કોઈ માહિતી નથી, પરંતુ એવું કહેવાય છે કે બંનેની પહેલી મુલાકાત વર્ષ 2014માં દુબઈમાં થઈ હતી. જે બાદ બંનેએ 2016માં લગ્ન કરી લીધા હતા. સફા બેગ મિડલ ઈસ્ટ એશિયાની મોટી મોડલ પણ રહી ચુકી છે અને ત્યાંના ઘણા મોટા ફેશન મેગેઝીનમાં તેની તસવીરો છપાઈ છે. સફા બેગનો જન્મ 28 ફેબ્રુઆરી 1994ના રોજ થયો હતો અને તે ઈરફાન પઠાણ કરતા 10 વર્ષ નાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More