Home> World
Advertisement
Prev
Next

બાબુજી કોણ છે? આ ગુજરાતીને આખી કેનેડા પોલીસ શોધી રહી છે, મળી જશે તો મોટા રહસ્યો ખૂલશે

Who Is Babuji : કેનેડાની પોલીસ જેને શોધી રહી છે તે રહસ્યમયી હ્યુમન સ્મગલર બાબુભાઈ કોણ છે? માનવ તસ્કરીનો મોટો સૂત્રધાર બાબુજી હાલ ગાયબ છે 

બાબુજી કોણ છે? આ ગુજરાતીને આખી કેનેડા પોલીસ શોધી રહી છે, મળી જશે તો મોટા રહસ્યો ખૂલશે

Illegal Migrants : ડંકી રુટથી અમેરિકા પહોંચાડવાનું એક મોટું માનવ તસ્કરી રેકેટ હાલ ચર્ચામાં આવ્યું છે. ત્યારે એક રહસ્યમયી માનવ તસ્કર ચર્ચામાં આવ્યો છે. કેનેડાની પોલીસ આ બાબુજી નામના શખ્સને શોધી રહી છે. જે માનવ તસ્કર નેટવર્કમાં મોટો રોલ ભજવે છે. આ બાબુજીના કારણે જ ગુજરાતના ચૌધરી પરિવારનું મોત નિપજ્યું હતું. આ પરિવાર અમેરિકા જવા નીકળ્યો હતો, અને સેન્ટ લોરેન્સ નદીમાં ડુબીને મોતને ભેટ્યો હતો. આ બાબુજીનું કોઈ પગેરું હજી સુધી કેનેડા પોલીસને મળ્યું નથી. 

fallbacks

ગુજરાતના મૃતકોની ઓળખ પ્રવીણ ચૌધરી (50), તેની પત્ની દક્ષા (45), પુત્રી વિધિ (23) અને પુત્ર મિતકુમાર (20) તરીકે થઈ હતી. તેઓ સારા ભવિષ્યની આશા સાથે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ ખતરનાક સરહદ પાર કરવાનો પ્રયાસ કરતા તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ચૌધરી પરિવારનું મોત કેવી રીતે થયું?
માર્ચ 2023 માં, ચૌધરી પરિવાર મોન્ટ્રીયલ પહોંચ્યો, જ્યાંથી તેઓ વિનીપેગ માટે ડોમેસ્ટિક ફ્લાઈટમાં ગયા. ત્યારબાદ, એક ગ્રે ડોજ વાહન તેમને લેવા માટે આવ્યું હતું. જેને 'બાબુજી'ના સહયોગી ચલાવી રહ્યા હતા. પરિવારને સાઉથ લેન્કેસ્ટર, ઓન્ટારિયોમાં એક એસ્સો ગેસ સ્ટેશન પર થોડા સમય માટે રોકવામાં આવ્યો હતો અને પછી કોર્નવોલમાં એક મોટેલમાં છોડાયો હતો. 23 માર્ચની રાત્રે, તેઓને ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવા માટે સેન્ટ લોરેન્સ નદી પાર કરવાની ફરજ પડી હતી. છ દિવસ બાદ નદીમાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ દુર્ઘટનામાં ચાર રોમાનિયન માઇગ્રન્ટ્સ અને બોટ ઓપરેટર પણ માર્યા ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ એક મોટું દાણચોરીનું ઓપરેશન હતું, જેમાં "બાબુજી" માસ્ટર માઈન્ડ હોઈ શકે છે.

હોળી દહન માટે અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, મફત આપશે આ વસ્તુઓ

'બાબુજી' કોણ છે?
કેનેડિયન સત્તાવાળાઓ અને ભારતીય વિદેશી સમુદાયના સૂત્રોના જણાવ્યા અનુસાર, 'બાબુજી' ઉર્ફે બાબુભાઈ અથવા બાબુચી, કેનેડા સ્થિત ગુજરાતી વ્યક્તિ છે જે ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં લોકોની દાણચોરી કરવા માટે જાણીતો છે. તે મુખ્યત્વે ગુજરાત અને પંજાબથી આવતા વસાહતીઓને દાણચોરીના નેટવર્કમાં સામેલ છે. RCMP ના જણાવ્યા અનુસાર આ ગેંગનો લીડર મોન્ટ્રીયલમાં રહેતો શ્રીલંકન મૂળનો થેસિંગારસન રસૈયા છે. રસિયાના નજીકના સહયોગી જોએલ પોર્ટિલો એ લેણદેણ, ડ્રાઇવરો અને અન્ય દાણચોરોનું સંકલન કર્યું હતું. જો કે, કોર્ટના રેકોર્ડમાં, "બાબુજી"ને આ ષડયંત્રનો મુખ્ય ચહેરો તરીકે વર્ણવવામાં આવ્યો છે.

14 લાખ ડોલરનો શંકાસ્પદ વ્યવહાર
પોલીસ તપાસમાં એક મોબાઈલ નંબર સામે આવ્યો છે જેમાંથી તસ્કરીનો ભોગ બનેલા અને બોટ સંચાલકોને સૂચનાઓ આપવામાં આવી હતી. આ નંબર પહેલા પણ ઘણા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકા મોકલવાની સૂચના મળી હતી. ગુજરાતમાં ચૌધરી પરિવારના સંબંધીઓએ પોલીસને જણાવ્યું હતું કે તેઓએ દાણચોરોને યુએસમાં સલામત રીતે જવા માટે $100,000 ચૂકવ્યા હતા. પરંતુ તેના બદલે તેઓએ અમાનવીય પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો, જે આખરે તેમના માટે જીવલેણ સાબિત થઈ. RCMPએ અત્યાર સુધીમાં રસૈયાની ગેંગ સાથે જોડાયેલા $1.4 મિલિયન (અંદાજે રૂ. 11.6 કરોડ)ના શંકાસ્પદ વ્યવહારો શોધી કાઢ્યા છે. જોકે, હજુ સુધી 'બાબુજી'નો કોઈ પત્તો મળ્યો નથી અને તે ફરાર હોવાનું કહેવાય છે.

2025 માટે સૌથી મોટી ચેતવણી : એપ્રિલ-મેમાં ડામાડોળ થશે દેશનું વાતાવરણ, ગરમી રૌદ્રરૂપ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More