Home> Sports
Advertisement
Prev
Next

Champions Trophy Final : 25 વર્ષ જૂનો બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયાના આ 11 ધૂરંધર ! આવી હશે IND vs NZ ફાઇનલ મેચની પ્લેઇંગ-11

IND vs NZ Final predicted Playing XI: આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટાઈટલ  માટે ટક્કર થશે. ICC ટૂર્નામેન્ટમાં આ ટીમોનો રેકોર્ડ શાનદાર રહ્યો છે અને બંનેની ટીમમાં અનુભવી ખેલાડીઓ છે. ત્યારે આજની મેચમાં ભારત કયા 11 ધૂરંધરો સાથે ઉતરશે તેના વિશે આ લેખમાં જાણીશું. 

Champions Trophy Final : 25 વર્ષ જૂનો બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયાના આ 11 ધૂરંધર ! આવી હશે IND vs NZ ફાઇનલ મેચની પ્લેઇંગ-11

IND vs NZ Final predicted Playing XI:  રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આજે એટલે કે 9 માર્ચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે, ત્યારે તે 25 વર્ષ પહેલાં કિવી સામેની હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.

fallbacks

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ બીજી વખત આમને સામને થવા જઈ રહી છે. 2000માં પહેલીવાર બંને ટીમો આમને-સામને આવી હતી ત્યારે નૈરોબીમાં રમાયેલી ફાઇનલમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના ખેલાડીઓ હવે કિવીઓ પાસેથી 25 વર્ષ જૂની હારનો બદલો લેવા માટે તૈયાર છે.

રોહિત શર્માની નિવૃત્તિ અંગે મોટું અપડેટ, વાઇસ કેપ્ટન શુભમન ગિલે કર્યો ખુલાસો

ભારત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 

ભારતીય ટીમ સતત ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. જ્યારે 2013માં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને બીજી વખત આ ટ્રોફી જીતી હતી, જ્યારે 2017માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે ટીમ ઈન્ડિયાની નજર ત્રીજી વખત આ ટ્રોફી ઉપાડવા પર છે.

ભારતે ટૂર્નામેન્ટની 9મી સિઝનમાં અત્યાર સુધીની તેની તમામ મેચો જીતી લીધી છે અને હવે તે અંતિમ ચરણમાં ન્યૂઝીલેન્ડને હરાવવા ઉતરશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં તેના સૌથી મજબૂત પ્લેઈંગ-11ને મેદાનમાં ઉતારશે.

રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે

ફાઈનલ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વાઇસ કેપ્ટન શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરશે. આ ટૂર્નામેન્ટમાં બંનેએ અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. ગિલે અત્યાર સુધી ચાર મેચમાં 157 રન બનાવ્યા છે. તો 3 નંબર પર વિરાટ કોહલીનું બેટ પણ બોલી રહ્યું છે. કિંગ કોહલીએ અત્યાર સુધી 4 મેચમાં 217 રન બનાવ્યા છે. તેણે પાકિસ્તાન સામે સદી અને પછી ઓસ્ટ્રેલિયા સામે 84 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી છે.

Champions Trophy Final : ભારતીય ટીમ માટે રવિવાર ભારે...અત્યાર સુધીમાં 5 ફાઈનલ હારી

આ સિવાય મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે અત્યાર સુધી ટીમને દરેક પરિસ્થિતિમાંથી બહાર કાઢી છે. અય્યર સતત અડધી સદી ફટકારી રહ્યો છે. તેણે અત્યાર સુધી ચાર મેચમાં 195 રન બનાવ્યા છે જ્યારે કેએલ રાહુલે પણ ટીમ માટે ઘણી ઉપયોગી ઇનિંગ્સ રમી છે. રાહુલે ઘણા પ્રસંગોએ મેચ ફિનિશરની ભૂમિકા ભજવી છે.

પાંચમા નંબર પર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ટીમને અત્યાર સુધી સ્થિરતા આપી છે. અક્ષર ઝડપથી રન બનાવે છે અને રનની ગતિ જાળવી રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. ન્યૂઝીલેન્ડ સામેની ટાઈટલ મેચમાં ઓલરાઉન્ડરોની ભૂમિકા ઘણી મહત્વની રહેશે. આવી સ્થિતિમાં અક્ષર સિવાય, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા જેવા ઓલરાઉન્ડર ટીમ ઈન્ડિયાની નૌકાને વહાવી શકે છે. આ એવા ખેલાડીઓ છે જે ટીમને દરેક મોરચે જરૂરિયાત મુજબ યોગદાન આપી શકે છે. 

ગુજરાત ટાઇટન્સની ટીમમાં વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડીની એન્ટ્રી, આ વખતે હશે એક નવો રોલ

બોલિંગ કોણ સંભાળશે મોરચો  ?

કુલદીપ યાદવનું થોડું મુશ્કેલ દેખાઈ રહ્યું છે જ્યારે વરુણ ચક્રવર્તીનું પ્લેઈંગ-11માં રહેવાનું નિશ્ચિત છે. ચક્રવર્તીએ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં 5 વિકેટ લીધી હતી અને આ વખતે પણ તે અજાયબી કરવા તૈયાર છે. અનુભવી ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી ફરી એકવાર ઝડપી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે. તેની સાથે હાર્દિક પંડ્યા બીજા ફાસ્ટ બોલરની ભૂમિકા ભજવી શકે છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે ફાઈનલમાં હર્ષિત રાણાને પ્લેઈંગ ઈલેવનમાં પણ તક મળી શકે છે.

જો રાણા આવે તો કુલદીપનું પત્તું કપાઈ શકે. વર્તમાન ટુર્નામેન્ટમાં પણ કુલદીપ માત્ર પાંચ જ વિકેટ લઈ શક્યો છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે પણ તેણે એક પણ વિકેટ નથી લીધી.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ/હર્ષિત વરણા અને મોહમ્મદ શમી.

ન્યુઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ ઈલેવન: વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમિસન, વિલિયમ ઓ'રર્કે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More