Home> Sports
Advertisement
Prev
Next

Video : સદી ફટકાર્યા બાદ ઈશાન કિશનની 'ફ્લાઈંગ કિસ'...ખુશીથી ઝૂમી ઉઠી કાવ્યા મારન

Ishan kishan : હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ઈશાને પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. ઇશાન કિશને આ સિઝનમાં SRH માટે ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં તેની રમતથી બધાના દિલ જીતી લીધા હતા. 

Video : સદી ફટકાર્યા બાદ ઈશાન કિશનની 'ફ્લાઈંગ કિસ'...ખુશીથી ઝૂમી ઉઠી કાવ્યા મારન

Ishan kishan : IPL 2025ની બીજી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો. તમને જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદનો બેટ્સમેન ઈશાન કિશન ફુલ ફોર્મમાં જોવા મળ્યો હતો.

fallbacks

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહી હતી. તેથી કાવ્યા મારન પણ ટીમને સપોર્ટ કરવા પહોંચી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સ સામે ઈશાન કિશને માત્ર 45 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ઈશાન કિશને આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા, ઈશાન કિશને તેની સદી કાવ્યા મારનને સમર્પિત કરીને ખાસ રીતે ઉજવી હતી. 

 

સદી ફટકાર્યા બાદ ઈશાન કિશનની 'ફ્લાઈંગ કિસ'

સનરાઇઝર્સ હૈદરાબાદના દિગ્ગજ ખેલાડી ઇશાન કિશને મેદાન પર આવતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગાની ધમાકેદાર ઇનિંગ રમીને માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન ઈશાન કિશનની આ વિસ્ફોટક ઈનિંગ્સ જોઈને ખૂબ જ ખુશ દેખાઈ અને દરેક શોટને તાળીઓના ગડગડાટથી વધાવ્યો હતો. ઈશાન કિશને તેની સદી કાવ્યા મારનને સમર્પિત કરીને એક ખાસ રીતે ઉજવી હતી. સદી ફટકાર્યા બાદ ઈશાન કિશને ફ્લાઈંગ કિસ કરીને ઉજવણી કરી હતી. તો બીજી તરફ કાવ્યા મારન ખુશીથી ઝૂમી ઉઠી હતી.  ઈશાન કિશન અને કાવ્યા મારનનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

રવિવારે રમાયેલી IPL મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ રાજસ્થાન રોયલ્સ (RR)ને 44 રનથી હરાવ્યું. ઈશાન કિશન અણનમ રહ્યો અને તેણે 47 બોલમાં 106 રન બનાવ્યા. ઇશાન કિશનની આ વિસ્ફોટક ઇનિંગમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More