Home> Sports
Advertisement
Prev
Next

RCBને લાગ્યો મોટો ઝટકો, IPL 2025ની પ્લેઓફ પહેલા આ ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ

RCB : IPL 2025માં પ્લેઓફ મેચો શરૂ થાય તે પહેલા RCBને મોટો ઝટકો લાગ્યો છે. તેના એક ખતરનાક ખેલાડીએ ટીમનો સાથ છોડી દીધો છે. જ્યારે આ પહેલા ફાસ્ટ બોલર લુંગી ન્ગીડીએ પણ ટીમનો સાથ છોડ્યો હતો.

RCBને લાગ્યો મોટો ઝટકો, IPL 2025ની પ્લેઓફ પહેલા આ ખેલાડીએ છોડ્યો ટીમનો સાથ

Jacob Bethell Left RCB :  IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહેલી RCB પહેલાથી જ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. ક્વોલિફાયર-1માં સ્થાન મેળવવા માટે તેમને હવે ફક્ત એક જીતની જરૂર છે. પરંતુ આ પહેલા સમાચાર આવી રહ્યા છે કે તેમના બેટ્સમેન જેકબ બેથેલે ટીમ છોડી દીધી છે. હવે તે બાકીની સિઝનમાં રમતો જોવા મળશે નહીં. તમને જણાવી દઈએ કે, અગાઉ ફાસ્ટ બોલર લુંગી ન્ગીડીએ નેશનલ ડ્યુટીના કારણે ટીમ છોડી હતી. ત્યાર બાદ RCB દ્વારા તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી. હવે RCB એ સોશિયલ મીડિયા દ્વારા બંનેના બહાર થવાની પુષ્ટિ કરી છે.

fallbacks

IPLમાં નંબર-1 પર રહેવાનું ગણિત બદલાયું...ટોપ-2 માટેની પોઈન્ટ ગેમ બની રસપ્રદ

RCBએ કરી આ પોસ્ટ 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર પોસ્ટ કરીને લખ્યું, "આ સિઝનમાં મેદાન પર અને બહાર તમારો જાદુ બતાવવા બદલ જેકબ અને લુંગીનો આભાર." તમારું અમારી સાથે રહેવું અમારા માટે ખૂબ આનંદની વાત છે. તમારી એનર્જી, કુશળતા અને હાજરીની ખોટ વર્તાશે.

 

RCBની ટીમ

વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, બ્લેસિંગ મુઝારાબાની, યશ દયાલ, સુયશ શર્મા, રસિક દાર સલામ, મનોજ ભંડાગે, લિયામ લિવિંગસ્ટોન, સ્વપ્નિલ સિંહ, ફિલિપ સોલ્ટ, મોહિત રાઠી, સ્વસ્તિક ચિકારા, અભિનંદન સિંહ, જોશ હેઝલવુડ અને નુવાન તુશારા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More