IPL 2025ની વચ્ચે ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ભારતનો સૌથી ખતરનાક બોલર હવે ફિટ થવાના માર્ગે છે. ભારત અને મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં નેટ્સમાં બોલિંગ કરવાનું શરૂ કર્યું છે, જે અગાઉ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરીકે ઓળખાતું હતું. જસપ્રિત બુમરાહ તેની પીઠના નીચેના ભાગમાં તણાવ સંબંધિત ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, જે તેને 4 જાન્યુઆરીએ સિડનીમાં છેલ્લી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટના બીજા દિવસે થઈ હતી.
ભારતનો સૌથી ખતરનાક બોલર ફિટ થઈ રહ્યો છે
જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો, જે ભારતે આ મહિનાની શરૂઆતમાં જીતી હતી. જસપ્રિત બુમરાહે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે અને ધીમે ધીમે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ રહ્યો છે. 12 સેકન્ડના વાયરલ થયેલા એક વીડિયોમાં, જસપ્રીત બુમરાહ નેટ્સમાં ફુલ સ્પીડ સાથે બોલિંગ કરતો જોવા મળ્યો હતો, જેનાથી તેના જલ્દી પુનરાગમનની આશા વધી ગઈ છે. જો કે, સેન્ટર ઓફ એક્સેલન્સના મેડિકલ સ્ટાફે જસપ્રિત બુમરાહના ક્રિકેટ મેદાનમાં વાપસી માટે કોઈ ચોક્કસ સમયરેખા આપી નથી.
શેન વોર્નના મૃત્યુનું સેક્સ સાથે કનેક્શન ? ઘટનાના ત્રણ વર્ષ બાદ ચોંકાવનારો ખુલાસો
મુંબઈ ઈન્ડિયન્સ ચિંતિત
IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પણ જસપ્રિત બુમરાહની વાપસીને લઈને ચિંતિત છે, કારણ કે તે વર્તમાન સિઝનમાં તેની પ્રથમ બે મેચ હારી ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી વાત એ છે કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે. જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ફિટ થવાની આશા હતી અને તેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, બીસીસીઆઈએ તેને ઉતાવળમાં સામેલ ન કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેના સ્થાને હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
JASPRIT BUMRAH BOWLING AT THE NCA. 🐐🔥🤯#แผ่นดินไห #earthquake#ตึกถล่ม #MIvKKR
pic.twitter.com/jx96jQfI0P— Deepak (@Bansh_79) March 31, 2025
બુમરાહની ઇંગ્લેન્ડ પ્રવાસ પર જરૂર પડશે
ભારતીય ટીમ જૂનમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થશે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના પ્રવાસ પર જસપ્રીત બુમરાહની જરૂર પડશે. જસપ્રીત બુમરાહ 2007 પછી પ્રથમ વખત ભારતને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતવા તરફ દોરી જશે તેવી આશા છે. ઈજાગ્રસ્ત થતા પહેલા જસપ્રિત બુમરાહે વર્ષ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રિત બુમરાહે ભારતને ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતાડ્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી સિરીઝ 2024-25માં જસપ્રીત બુમરાહ 32 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. જસપ્રીત બુમરાહને ICC ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે