Boundary Catch Rule : મેલબોર્ન ક્રિકેટ ક્લબ એટલે કે MCCએ તાજેતરમાં નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાઉન્ડ્રી પર બોલ પકડવા સાથે સંબંધિત છે. નવા નિયમો અનુસાર, બાઉન્ડ્રીની બહાર ગયા પછી હવામાં કૂદીને બોલને અંદર ફેંકીને જે કેચ પકડવામાં આવે છે તેને અમાન્ય ગણવામાં આવશે. હવે બાઉન્ડ્રીની અંદર જ બોલને ટચ કરવો માન્ય ગણવામાં આવશે. આ કેચને 'બન્ની હોપ' કહેવામાં આવે છે. આ ફેરફાર આ મહિનાથી લાગુ કરવામાં આવશે અને ઓક્ટોબર 2026માં MCCમાં થશે.
WTC ફાઇનલમાં આ સ્ટાર ખેલાડીને એવું તે શું થયું કે તાત્કાલિક લઈ જવો પડ્યો હોસ્પિટલ
નવા નિયમ મુજબ, હવામાં ઉડતો ફિલ્ડર બોલને ફક્ત એક જ વાર સ્પર્શ કરી શકે છે જો તે બાઉન્ડ્રી બહાર હોય તો ફિલ્ડરે કેચ પૂર્ણ કરવા માટે બાઉન્ડ્રીની અંદર આવવું આવશ્યક છે.
પહેલાના નિયમ મુજબ, ફિલ્ડર બાઉન્ડ્રીની બહાર ગયા પછી બોલને ઘણી વખત હવામાં ફેંકી શકતો હતો, જો કે જ્યારે તે બોલને ટચ કરે ત્યારે તે હવામાં હોવો જોઈએ. BBL 2023 દરમિયાન માઈકલ નેસરે આવો જ કેચ લીધા પછી આ નિયમ ચર્ચાનો વિષય બન્યો છે.
Outrageous catch from Michael Neser 😱
Allow Glenn Maxwell to explain why it's a legit catch #BBL12 pic.twitter.com/7YORTIUFat
— 7Cricket (@7Cricket) January 1, 2023
BBL 2023માં નેસરના કેચ પહેલાં, મેટ રેનશોએ 2020 સીઝનમાં ગાબા ખાતેની મેચમાં મેથ્યુ વેડને આ જ રીતે આઉટ કર્યો હતો. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં, એમસીસીએ આઈસીસીને એક નોંધ મોકલી હતી, જેમાં તેણે નેસરના કેચને 'બન્ની હોપ' ગણાવ્યો હતો અને નિયમમાં ફેરફારની પણ માંગ કરી હતી, કારણ કે કેટલાક પ્રયાસો અન્યાયી હતા.
એમસીસીએ એમ પણ કહ્યું છે કે, "એમસીસીએ એક નવો શબ્દ બનાવ્યો છે 'બન્ની હોપ'. આ પ્રકારના કેચ હવે માન્ય ગણાશે નહીં. જો કે, એવા કેચ કે જેમાં ફિલ્ડર બોલને બાઉન્ડ્રીની અંદરથી હવામાં ફેંકે છે, પછી બાઉન્ડ્રી બહાર જાય છે અને પછી ડાઇવ કરીને બોલને બાઉન્ડ્રી અંદર કેચ કરે છે તેને મંજૂરી આપવામાં આવી છે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે