Cricket News : શ્રીલંકા 17 જૂનથી ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમવાનું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિએ ગાલેમાં બાંગ્લાદેશ સામે રમાનારી પહેલી ટેસ્ટ મેચ માટે 18 સભ્યોની શ્રીલંકન ટીમની જાહેરાત કરી છે. જેમાં સિલેક્ટર્સે આશ્ચર્યજનક નિર્ણય લીધો છે અને 6 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં ખતરનાક ઓફ સ્પિનર અકિલા ધનંજયનો સમાવેશ કર્યો છે.
આ પ્રતિભાશાળી ઓફ-સ્પિનરે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 122 વિકેટ લીધી છે. ખરા અર્થમાં આ ક્રિકેટરની ડૂબતી ટેસ્ટ કારકિર્દીને જીવનદાન મળ્યું છે.
6 વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં એન્ટ્રી
અકિલા ધનંજય શ્રીલંકાનો ખૂબ જ ખતરનાક ઓફ સ્પિનર છે. અકિલા ધનંજયએ 14 ઓગસ્ટ 2019ના રોજ ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. તે મેચમાં અકિલા ધનંજયએ 6 વિકેટ લીધી હતી. સિલેક્ટર્સે ફરી એકવાર અકિલા ધનંજય પર વિશ્વાસ દર્શાવ્યો છે અને 17 જૂનથી ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ માટે તેને પસંદ કર્યો છે.
BCCIના એક નિર્ણયથી સ્ટાફમાં ફફડાટ! ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા જ મોટો ઝટકો
ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ રેકોર્ડ
અકિલા ધનંજયનો ટેસ્ટ ક્રિકેટમાં બેસ્ટ રેકોર્ડ છે. અકિલા ધનંજય શ્રીલંકા માટે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે 33 વિકેટ લીધી છે. અકિલા ધનંજય શ્રીલંકા માટે અત્યાર સુધીમાં 42 વનડેમાં 59 વિકેટ અને 33 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 30 વિકેટ લઈ ચૂક્યો છે. આ સિવાય શ્રીલંકાની ટીમમાં પથુમ નિસાંકા, દિનેશ ચંદીમલ, એન્જેલો મેથ્યુસ, કામિન્દુ મેન્ડિસ અને કુસલ મેન્ડિસ જેવા સ્ટાર ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે.
પ્રથમ ટેસ્ટ માટે ટીમ
ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), પથુમ નિસાન્કા, ઓશાદા ફર્નાન્ડો, લાહિરુ ઉદારા, દિનેશ ચાંદીમલ, એન્જેલો મેથ્યુસ, કામિન્દુ મેન્ડિસ, કુસલ મેન્ડિસ, પસિંદુ સૂરિયાબંદરા, સોનલ દિનુષા, પવન રથનાયકે, પ્રભાત જયસૂર્યા, થારિન્દુનયા, રાણાનાયા, ડી. અસિથા ફર્નાન્ડો, કસુન રાજીથા, ઈસિથા વિજેસુંદર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે