Virat Kohli : ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને મેદાનમાં જોવા માટે ચાહકો અવારનવાર ઉત્સુક હોય છે. વિરાટે એક બેટ્સમેન તરીકે પોતાની કારકિર્દીમાં બધું જ હાંસલ કર્યું છે. હવે કોહલીની સાથે બે ICC ટ્રોફી ટેગ પણ ઉમેરાયા છે. 2024માં તેણે T20 વર્લ્ડ કપ જીત્યો અને ગયા મહિને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો. પરંતુ અસલી મિશન હજુ બાકી છે, જેના માટે કોહલી એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છે. ખુદ કોહલીએ આ વાતની જાહેરાત કરી છે.
નિવૃત્તિ અંગે થઈ હતી ચર્ચા
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્માની સાથે વિરાટ કોહલીના સંન્યાસને લઈને ચર્ચાઓ થઈ હતી. કેપ્ટન હિટમેને ખિતાબ જીત્યા બાદ નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું. હવે વિરાટ કોહલીએ જણાવ્યું છે કે તેનું આગામી મોટું પગલું શું હશે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના આગામી મિશન વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.
MS ધોનીની ટીકા વચ્ચે રવિન્દ્ર જાડેજાએ એવી તે શું પોસ્ટ કરી કે મચી ખલબલી
કોહલીનું આગામી મિશન શું ?
વિરાટ અને રોહિત આગામી વનડે વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ કોહલીએ આગામી મોટા પગલાની તૈયારી કરી લીધી છે. તેણે એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડ કપ જીતવાનું છે. તેની જાહેરાત બાદ ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
KING KOHLI IS COMING FOR 2027 WORLD CUP...!!!! 🐐
- Virat Kohli talking about his Next Big step. He said "My next big step is try to win 2027 World Cup". 🥹pic.twitter.com/NA5z5uphqA
— Tanuj (@ImTanujSingh) April 1, 2025
વર્લ્ડ કપ 2023માં ભારત ફાઈનલમાં હાર્યું હતું
ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023માં ટાઈટલ જીતવાથી માત્ર એક ડગલું દૂર રહી હતી. ભારતીય ટીમને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે આ હારનો હિસાબ લીધો છે. હવે જોવાનું એ રહેશે કે કોહલી પોતાના નિર્ણય પર અડગ રહે છે કે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે